________________
ધન્ના-શાલિભદ્રજીનો પ્રવ્રયાસ્વીકાર
૨૩૩ સ્ત્રીઓ પણ પોતપોતાની વિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી તેમની સાથે દીક્ષા લેવા ચાલી.
આ હકીકતને અચાનક સાંભળીને આનંદપૂર્વક વિસ્મિત થયેલા અભયકુમારાદિ સર્વે માથું ધુણાવતાં ધન્યકુમારની પ્રશંસા કરવા લાગ્યા.
તે સમયે અભયકુમાર અને બીજા બુદ્ધિશાલી સભાસદો શ્રેણિક મહારાજાને કહેવા લાગ્યા, “આપ વ્રત લેવાને માટે જેમણે ઉદ્યમ કર્યો છે એવા ધન્યકુમારને હવે નિવારતા નહિ ! આપે તેમને દીક્ષા લેવામાં સહાય કરવી તે યોગ્ય છે.”
શ્રેણિકે પોતાની પુત્રીની સ્થિતિ જાણવા માટે પૂછયું કે સોમશ્રી પ્રમુખ તેમની આઠ સ્ત્રીઓની શી ગતિ થશે ?”
અભયકુમારે કહ્યું, ‘તે બધી પણ ધન્યકુમારને અનુસરશે.” તે સાંભળીને શ્રેણિક રાજા વિસ્મયપૂર્વક બોલ્યા “આ સંબંધને ધન્ય છે, તેઓનો સંબંધ સફળ છે. જે સ્ત્રીઓનો સમૂહ મોક્ષમાર્ગમાં વિન કરનાર થાય છે, તે જ તેને આ રીતે સહાય કરનાર થયો એ જ મોટું આશ્ચર્ય છે !”
ધન્યકુમારે મોટી વિભૂતિ સહિત અખ્ખલિત રીતે દીન હીનજનોને દાન દીધું. પછી સિંહની માફક ઉત્સાહ સહિત ઈદ્રિયના સમૂહને વશ કરીને પ્રિયાઓ સહિત તેઓ નીકળ્યા.
માર્ગમાં સર્વે પરજનો આવું સાહસ તથા દુષ્કર કાર્ય કરતા તે ધન્નાજીને દેખીને વિસ્મય તથા હર્ષથી પૂરાયેલા મનવાળા થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા; “અહો ! કેવો અદ્ભુત વૈરાગ્ય રંગ ! અહો કેવું અદ્ભુત સત્ત્વ ! અહો કેવી અનુપમ બુદ્ધિ ! અહો કેવી તેજસ્વિતા! ખરેખર તેઓએ પોતાનું ધન્ય નામ સફલ કર્યું. તેમણે પોતાના જન્મને સાર્થક કર્યો! યુવાવસ્થામાં પણ વ્રત લેવાની તેમની શક્તિને ધન્ય છે, આ પતિપત્નીના સંયોગને ધન્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org