________________
૪૪
ધન્યકુમાર ચરિત્ર સંમતિ હોય તો હું થોડીવાર તારૂં ખેતર ખેડું, પછી તું જે ખાવા આપીશ તે હું અમૃત સમાન ગણીને સ્વીકારીશ; કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલ માણસને પોતાના હાથની કમાણી જ ગૌરવ તથા માન આપનારી છે.” ધન્યકુમારની આવી અભુત મનોવૃત્તિ જાણીને ખેડૂતે કહ્યું, “જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો.'
ખેડૂતની આ પ્રમાણે સંમતિ મેળવીને ધન્યકુમાર પોતે ઉઠીને તે ખેતરમાં જેવો હળ ખેંચવા ગયો, તેટલામાં તો તે ખેતરની જમીનમાં રહેલ એક પત્થર ભાગી જવાથી જમીનમાં દાટેલ નિધાનનો ચરૂ બહાર નીકળી આવ્યો. ભાગ્યશાળીને ડગલે ને પગલે વગર ઇચ્છાએ પણ લક્ષ્મી પોતાની મેળે જ આવીને ભેટે છે. માટે જ કહ્યું છે, “જેવી રીતે બાળકો પાસે સ્ત્રીઓ અંગો છુપાવતી નથી, તેવી રીતે લોભ વિનાના પુરુષની પાસે પૃથ્વી પોતાનાં ગુપ્ત નિધાનને છુપાવતી નથી - પ્રગટ કરે છે.' - સોનાથી ભરેલો તે ચરૂ જોઈને ઉદાર ચિત્તવાળા ધન્યકુમારે તરત જ તે કાઢીને ખેડૂતને સોંપ્યો, ખેડૂતે કહ્યું, “હે ભાગ્યશાળી પુરુષ ! તમે ખરેખર પુણ્યવાન છો, તમારા પુણ્યના કારણે આ અપરિમિત ખજાનો પ્રગટ થયો છે, માટે તેનો તમે જ સ્વીકાર કરો.” ધન્યકુમારે કહ્યું, “ભાઈ ! પારકું ધન કદી ન લેવાનો મેં નિયમ કર્યો છે. આ જમીન તમારી છે, માટે જેમ યોગ્ય લાગે તેમ તેની વ્યવસ્થા કરવા તમે અધિકારી છો, આ ધનમાં મારો અધિકાર નથી,' ધન્યકુમારની આવી અભુત નિઃસ્પૃહતા તથા સરળતાથી તે ખેડૂતે અતિશય આશ્ચર્ય પામી, ભક્તિ ભરપૂર હૃદયે ધન્યકુમારને કહ્યું, “પુણ્યવાન ! અનર્ગળ ધન આપીને આજે તમે મારી દરિદ્રતાનો નાશ કર્યો છે, હવે તો તમે જરૂર મારું ભોજન સ્વીકારો.” એ રીતે તે ખેડૂતના અતિશય આગ્રહથી ધન્યકુમારે તેની સ્ત્રીએ લાવેલ ભોજન કરી તેની રજા લીધી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org