________________
૬
અદ્દભુત નિઃસ્પૃહતા
લક્ષમીને ક્રીડા કરવાને યોગ્ય સ્થળ જેવા માળવા દેશમાં ફરીને અનેક ગામડાં, શહેરો તથા વનો નિહાળતાં બપોર થતાં ધન્યકુમાર ભૂખ્યો થયો. આ સમયે એક ખેતરમાં તે ભૂખ્યો ભૂખ્યો એક વડલાના ઝાડ નીચે આરામ લેવા બેઠો. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતો હતો. તે દિવસ કોઈ લોકઉત્સવનો હોવાથી તે ખેડૂતની સ્ત્રી ભાત, દાળ અને લાપસી વગેરે મિષ્ટાન્ન લઈને આવી. ભૂખ તથા તૃષાથી કરમાઈ ગયેલ, સુંદર આકૃતિવાળા ધન્યકુમારને જોઈને તે ખેડૂતે વિચાર્યું, “અહો ! આ સુંદર આકૃતિવાળો કોઈ સત્ત્વશાળી પુરુષ જણાય છે. તાપથી કંટાળેલો તે અહીં આરામ લે છે, ચાલ તેને ભોજન માટે આમંત્રણ કરૂં.' આમ વિચારી સરળ હૃદયના પરોપકારી ખેડૂતે ધન્યકુમાર પાસે આવી ધન્યકુમારને આદર સહિત ભોજન માટે નિમંત્રણ કર્યું.
સજ્જન પ્રકૃતિના ધન્યકુમારે તે સાંભળીને તે ખેડૂતને કહ્યું, ભાઈ ! તું મારા મનની વાત સમજી ગયો તે તો ખરૂં. પરંતુ હું આ રીતે વગર પરિશ્રમનું ભોજન લેવા ઇચ્છતો નથી. સિંહ તથા સપુરુષ અન્યના પરિશ્રમનું ભોજન લેતો નથી. માટે જો તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org