________________
૪૫
અભુત નિસ્પૃહતા તે આગળ ચાલી નીકળ્યો. વિશ્વનું હિત કરનાર સજ્જન પુરુષો સૂર્યની માફક કદી પણ એક સ્થળે રહેતા નથી.
ધન્યકુમારના ગયા પછી ખેડૂત વિચારવા લાગ્યો, “આવા ઉત્તમ પુરુષ પાસેથી મેળવેલું ધન જો હું નિઃશંકપણે ભોગવીશ તો ઇર્ષાળુ તથા પારકાનું ઘર ભાંગવામાં રાજી રહેનારા માણસો જાતજાતની વાતો કરશે. પરસ્પર વાત કરતાં તે લોકોની વાત વાયુવેગે રાજા સુધી પણ પહોંચ્યા વગર રહેશે નહિ, વળી રાજા પણ કાચા કાનના હોવાથી તે લોકોની વાત સાચી માની મને કેદમાં નાંખી આ સર્વ ધન કદાચ લઈ પણ લેશે અને નકામો દુઃખી થઈ જઈશ. માટે પહેલેથી જ બનેલ બીના રાજાને જણાવું અને પછી જ તેના આદેશ પ્રમાણે કરું કે જેથી ભવિષ્યમાં કોઈ મૂંઝવણ મને ન રહે.” આવો વિચાર કરી તે ખેડૂત રાજા પાસે જઈને બનેલ સર્વ હકીક્ત રાજાને કહી સંભળાવી. ખેડૂતની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ જઈ તેને કહેવા લાગ્યો, “ભાઈ ! ખેતરમાંથી આ રીતે નિધાન નીકળ્યું, તેમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણ કે પૃથ્વીમાં પગલે પગલે ચરૂઓ દાટેલા હોય છે. પરંતુ આટઆટલું અનર્ગળ ધન મેળવી તે સજ્જન પુરુષે આ રીતે ત્યજી દીધું, તે તો ભારે આશ્ચર્યની વાત છે. પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવે છે. તે આવા પુરુષોથી જ સત્ય માની શકાય છે, ખરેખર, તારા સદ્ભાગ્ય કે આવા પુણ્યવાનના તને દર્શન થયાં, તેમજ તેમની સેવા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. તેણે આપેલ પ્રસાદ તને મળ્યો, તેથી પણ તને ધન્ય છે. જો તેના જેવા શ્રેષ્ઠ માણસે આ ધન તને અર્પણ કર્યું, તો પછી હું પણ તે તને જ આપું છું. પરંતુ તે ઉત્તમ પુરુષનું નામ પ્રખ્યાત થાય તેમ તારે કરવું.”
આવા રાજાના શબ્દોથી ધન્યકુમારની કીર્તિનો ફેલાવો કરવા તે ખેડૂતે તે ખેતરની આસપાસ એક ગામ વસાવી તે ગામનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org