________________
૪૬
ધન્યકુમાર ચરિત્ર નામ ધન્યપુર પાડ્યું અને તે સમાચાર રાજાને જણાવ્યા. રાજાએ તે ગામની માલિકી તે ખેડૂતને આપી. એટલે તે ખેડૂત, રાજાએ આપેલ તે ગામના મુખી તરીકેનો અધિકાર પ્રાપ્ત કરી, સુખપૂર્વક રહેવા લાગ્યો અને હંમેશા ધન્યકુમારના ઉપકારને પોતાના હૃદયમાં સંભારવા લાગ્યો.
આ બાજુ ધન્યકુમાર આગળ ચાલતાં અનેક શહેરો, વનો નિહાળતાં મધ્યાહ્નના અંતે હંસ જેમ માનસ સરોવર તરફ જાય તેમ દિવસ આથમવાના સમયે એક ગામ પાસે તે આવી પહોંચ્યો. સાંજના સમયે નદીના કિનારે નિશ્ચિત મને રેતીને હાથ વડે સરખી કરીને જાણે સૂઈ રહેવાને કોમળ રજાઈ પાથરેલો પલંગ હોય તેમ તેના ઉપર નિઃશંકપણે ધન્યકુમાર બેઠો. પછી ધન્યકુમાર પોતાના હૃદયમાં શ્રી સિદ્ધચક્રરૂપ કમળનું સ્થાપન કરી એકાગ્રતાથી અરિહંતાદિપદનું મનમાં ધ્યાન ધરી એક ઘડી સુધી જાપ કરીને, ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહેલા જીવોને ખમાવી, અઢારે પાપસ્થાનક વોસિરાવી, ચાર શરણોનો સ્વીકાર કરી, શુભ ભાવના ભાવતા સુખે નિદ્રાધીન થયો અને એક પહોર રાત બાકી રહેતાં તે પંચપરમેષ્ઠિને સંભારતો ઉડ્યો. ‘ઉત્તમ માણસોને નિદ્રા, કલહ, આહાર, ક્રોધ તથા કામ એ પાંચે દોષો બહુ જ મંદ હોય છે.”
આ સમયે શુભસૂચક શિયાળનો શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આવ્યો. “ભાગ્યશાળી મનુષ્યોને પ્રાયઃ શુકનો શુભ તથા અનુકૂળ જ થાય છે.' ધન્યકુમારે એ શબ્દ સાંભળી, શુકન શાસ્ત્રનો વિચાર કરીને નિશ્ચય કર્યો કે, “દિવસના દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના શબ્દનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.' તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં શિયાળણી બોલી, “જો કોઈ ડાહ્યો પુરુષ આ નદીના પ્રવાહમાં તણાતું શબ ખીચી કાઢી તેની કેડે બાંધેલ રત્નો લે અને શબ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org