________________
૪
૭
અભુત નિઃસ્પૃહતા ભક્ષણ કરવા આપે તો બહુ ઠીક થાય.” શિયાળણીના આ શબ્દોનો પશુ-પક્ષીની ભાષામાં નિષ્ણાત ધન્યકુમાર અર્થે વિચારી તરત જ ત્યાંથી ઉભો થયો અને તે શબ્દને અનુસરતો તે નદી કિનારે ગયો. “ધનાથ ભોજનાર્થી તથા કૌતુક જોવાની ઇચ્છાવાળા માણસોએ આળસ રાખવી એ મૂર્ખાઈ છે.” નદી કિનારે જઈને જોતાં તેના પુણ્યથી ખેંચાઈ આવેલ નદીના પ્રવાહમાં તણાતું શબ તેણે જોયું. પ્રવાહમાંથી તેને ખેંચી કાઢી કેડેથી રત્નો લઈને શબ તેણે શિયાળણીને આપી દીધું. “શુકનને અનુસરવાથી ફાયદો જ થાય છે.” પછી સૂવાના સ્થળે જઈને બાકીની રાત તેણે દેવગુરૂની સ્તવના કરવામાં પસાર કરી. સવાર થતાં તે આગળ ચાલી નીકળ્યો. અનુક્રમે ફરતાં ફરતાં દુર્ગમ વિંધ્યાચલને ઓળંગી મુનિ જેમ સંસારને વિંધીને મોક્ષમાં પહોંચે તેમ ધન્યકુમાર ઉજ્જયિની નગરીમાં પહોંચ્યો.
આ સમયે ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની આજ્ઞામાં સોળ મોટા સામંત રાજાઓ હતા. તે તલવાર ગ્રહણ કરતા કે તરત જ તેના શત્રુઓ થરથર કંપતા હતા. તે રાજા બુદ્ધિમાં અભયકુમાર જેવા મંત્રીની પોતાના માથા પરનો રાજ્યની જવાબદારીનો ભાર હલકો કરવાની ઇચ્છાએ શોધમાં હતો. તેની પરીક્ષા માટે તેણે ડાંડી પીટાવીને જાહેર કર્યું હતું કે, “જે બુદ્ધિશાળી માણસ સમુદ્ર નામના નગરની બહારના સરોવરની વચ્ચે આવેલા થાંભલાને, કિનારે ઉભા ઉભા દોરડાની ગાંઠથી બાંધી દેશે તેને રાજા મંત્રીપદ આપશે. આ વાત સાંભળીને ઘણા લોકો તે થાંભલાને બાંધવાનો ઉપાય ચિંતવવા લાગ્યા, પરંતુ કોઈની બુદ્ધિ ચાલી શકી નહિ.
આ વાત બની હતી તેવા સમયે ધન્યકુમાર ત્યાં આવ્યો. તેણે ઉદ્ઘોષણાનું નિવારણ કરીને થાંભલાને બાંધવાનું કબૂલ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org