________________
ધન્યકુમાર ચરિત્ર રાજપુરુષોએ રાજસભામાં પધારવાનું આમંત્રણ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા ધન્યકુમારે સેવકો સાથે રાજા પાસે જઈને નમસ્કાર કર્યાં. રાજાએ પણ તેનું રૂપ તથા તેજ જોઈને વિચાર કર્યો, ‘ચોક્કસ આ ઉત્તમ પુરુષ મારા આદેશને સફળ કરશે. મારો કરેલ પ્રયાસ ફળીભૂત થવાનો સંભવ લાગે છે.' આમ વિચારી રાજા ધન્યકુમારને કહેવા લાગ્યો, ‘મારી ઇચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવો, તેમજ લોકોની જિજ્ઞાસા તૃપ્ત કરો.'
૪૮
પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણા સાગનાં વૃક્ષો રહેલાં છે, એવા સરોવરના તીરે જઈ પહોંચ્યો. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષ સાથે દોરડાનો એક છેડો બાંધ્યો અને બીજા છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતે કર્યો. પછી ઝાડ સાથે બાંધેલો છેડો છોડી તેનો ગાળીઓ કરી, તેમાં બીજો છેડો પરોવ્યો પછી ગાળીઓ છૂટો મૂકી તેમાં પરોવેલો છેડો ખેંચવા માંડ્યો, એટલે ગાળીઓ પાણીમાં પડ્યો. પછી જેમ બીજો છેડો ખેંચતો ગયો તેમ તેમ ગાળીઓ થાંભલા નજીક ખેંચાતો ગયો, એમ કરતાં કરતાં ગાળીઆની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાઈ. આ પ્રમાણે સરોવરની મધ્યમાં રહેલા થાંભલાને કિનારે ઉભા રહીને તેણે ગાંઠ બાંધીને રાજાના હુકમનો અમલ કરી દીધો.
આ પ્રમાણે તેની કળા જોઈને રાજા તથા અન્ય નગરજનો તેના ગુણરૂપી દોરડાથી બંધાઈ જઈ તેની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘અહો કેવી આની બુદ્ધિ ! કેવો પ્રભાવ ! ન જોયેલ, ન સાંભળેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે.' પછી માણસો જેમ પ્રભાતમાં સૂર્યને અર્ધ્ય આપે છે, તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org