________________
અભુત નિસ્પૃહતા
૪૯ અજવાળીયું આવતાં ચંદ્રમા જેમ પૃથ્વીને પોતાના તેજથી ઝળહળાવી મૂકે છે, તેવી રીતે ધન્યકુમાર રાજાની કૃપા પ્રાપ્ત થતાં સમસ્ત રાજ્યને પોતાની નીતિથી દીપાવવા લાગ્યો. એ રીતે ધન્યકુમાર હંમેશાં વધારે ને વધારે કીર્તિ તથા ધન મેળવતો ગયો અને મંત્રી તરીકેની પોતાની ફરજો પણ બજાવતો ગયો.
એક દિવસ પોતાના મહેલની અટારીમાં ઉભો ઉભો તે ધન્યકુમાર બજારની શોભા નિહાળતો હતો, તેવામાં અમાસના ચંદ્રની માફક દુર્દેવથી હણાયેલા, ધનહીન, દીનદશાએ પહોંચેલા તથા ભૂખ તરસથી હેરાન થયેલા કુટુંબ સાથે પોતાના પિતાને ત્યાં ભમતા તેણે જોયા. તેમને જોઈ આશ્ચર્ય પામી તેણે વિચાર્યું, ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે કરોડો સુવર્ણ યુક્ત ઘર છોડી હજુ તો થોડા સમય અગાઉ જ હું અહીં આવ્યો છું, તે સર્વ દ્રવ્ય આટલા દિવસમાં કઈ રીતે નાશ પામ્યું કે જેથી આવી દશાએ પહોંચેલા મારા કુટુંબને હું પ્રત્યક્ષ જોઉં છું? કર્મથી કોઈ છૂટી શકતું નથી.' કહ્યું છે કે, “ન ધારેલ ન વિચારેલ વાતો કર્મ કરે છે અને સારી રીતે ગોઠવી રાખેલ બાજીને છિન્નભિન્ન કરી નાખે છે. આ સર્વ કર્મના ખેલ છે. મનુષ્યોનો વિચાર તેમાં કાંઈ જ કામ લાગતો નથી. કેમ કે વિધિ (કર્મ) એવું કરે છે, કે જે મનુષ્યના ચિંતનમાં આવી શકતું નથી.” આમ વિચારી પોતાના કુટુંબને આદર પૂર્વક પોતાના મહેલમાં લાવી પિતા તથા ભાઈઓને નમસ્કાર કરી સ્નાનની, વસ્ત્રની તથા ખાવાની સર્વ વ્યવસ્થા ધન્યકુમારે કરી આપી. યોગ્ય સમય મળતાં તેણે પોતાના પિતા ધનસારને પૂછયું, “પિતાજી ! ધન, કીર્તિ તથા આરોગ્ય યુક્ત આપની આવી દશા કેવી રીતે થઈ ? તે મને કહો.”
ધનસારે કહ્યું, “વત્સ ! જૈન શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં વૈભવ તથા ધનના નાશ સંબંધી મને પ્રશ્ન કેમ પૂછે છે ? લક્ષ્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org