________________
૫૦
ધન્યકુમાર ચરિત્ર વગેરે વૈભવ કાંઈ મારા મેળવ્યા મળ્યા ન હતા, તેથી મારે આધીન નહોતા, તે તો શુભ કર્મના ઉદયથી મળ્યા હતા, એટલે તેને આધીન હતા. કર્મનો ઉદય બે પ્રકારનો હોય છે. પુણ્યોદય તથા પાપોદય. જ્યારે પુણ્ય ઉદયમાં આવે છે, ત્યારે ઇચ્છાએ તેમજ અનિચ્છાએ પણ ધનસંપત્તિથી ઘર ભરાઈ જાય છે, તેમજ જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે સારી રીતે સાચવેલ ને સચવાયેલ છતાં પણ ધન અને સંપત્તિ નાશ પામે છે. આમ હોવાથી પહેલાં પુણ્યના ઉદયને લીધે બધું અનુકૂળ થતું હતું, પછી પાપ ઉદયમાં આવતાં સર્વ નાશ પામ્યું છે. વધારે શું કહું ? સ્ત્રી પુત્રાદિ પરિવારમાં એક પણ જો ભાગ્યશાળી હોય તો તેના પુણ્યે આખું કુટુંબ સુખ અનુભવે છે અને તે ચાલી જતાં પાછુ તે જ કુટુંબ દુઃખી થઈ જાય છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ વાત મેં તો પ્રત્યક્ષ અનુભવી છે.’
ધનસાર શેઠ પોતાના પુત્ર ધન્યકુમારને કહે છે, ‘વત્સ ધન્ય! કળાવાન તથા ભાગ્યશાળી તું ઘરમાંથી ગયો કે પછી થોડા સમયમાં જ કોઈ એક ચાડિયા માણસના ઉશ્કેરવાથી રાજાએ પ્રતિકૂળ બની જઈ અમને કેદમાં પૂરી ભારે દંડ કરી બધું ધન લઈ લીધું. કાંઈક ધન ચોરો ચોરી ગયા. કાંઈક આગમાં સળગી ગયું, કાંઈક પૈસા આવડત વગરના વ્યાપારમાં અવળા કર્યા, જમીનમાં દાટેલ ખજાનાઓ દુષ્ટ દેવતાઓ હરી જવાથી માટીરૂપ બની ગયા. છેવટે એવી સ્થિતિ આવી પહોંચી કે આવતી કાલે શું ખાવું તેના સાંસા પડવા લાગ્યા. ઘરમાં એક પણ દિવસનું અનાજ રહ્યું નહીં. આમ બનતાં કૃષ્ણપક્ષના ચંદ્રની માફક કળા રહિત એવા અમે સર્વે હે ભાઈ ! ભારે કષ્ટ સહન કરી તને શોધવા નીકળ્યા. પૂર્વ જન્મનાં કોઈ મહાભાગ્યના ઉદયે આજ તારાં દર્શન થયાં. તારાં દર્શનથી તથા તારો અભ્યુદય જોવાથી મારૂં સર્વ દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org