________________
૫ ૧
અભુત નિઃસ્પૃહતા નાશ પામ્યું છે અને મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે.”
પિતાનું આ પ્રમાણેનું કથન સાંભળી ધન્યકુમાર વિનયપૂર્વક બોલ્યો, “હે તાત ! મારા ભાગ્યનો ઉદય થયો કે જેથી આજે આપનાં ચરણકમળનાં દર્શન થયાં. રાજ્યમાન વગેરેનું સાચું ફળ મને આજે મળ્યું. આજથી દુઃખની વાતો ભૂલી જઈને અહીં આપ સુખ તથા આનંદથી રહો. હું તો આપનો આદેશ ઉઠાવનાર સેવક બનવાને યોગ્ય છું. આપે હવે બિલકુલ ચિંતા કરવી નહિ.' માતા મોટાભાઈઓ તથા ભોજાઈઓને સંતોષી, ધન્યકુમારે વસ્ત્ર, પૈસા તથા અલંકાર વગેરે તેઓને બહુમાનપૂર્વક આપ્યું. સજ્જનોનો આ સ્વભાવ યોગ્ય જ છે. જેવી રીતે શુક્લ પક્ષનો ચંદ્રમા શોભાને પામ્યો, કુમુદને પણ શોભાવે છે, તેવી રીતે સર્વને અંતરથી ચાહતો ધન્યકુમાર આખા કુટુંબને વિવિધ સુખોથી પોષવા લાગ્યો, પરંતુ અંધકારની માફક ઘૂવડ પ્રકૃતિવાળા મોટા ભાઈઓથી સૂર્ય સમાન પ્રકાશવાળા ધન્યકુમારની કીર્તિ સહન થઈ શકી નહિ. ખરી વાત છે કે, “ઘૂવડ પ્રકૃતિવાળા માણસો દિવસથી બીતા અંધકારની જેમ પારકાનું તેજ સહન કરી શકતા નથી.”
એકવાર ધન્યકુમાર રાજ્યસભામાં જઈ રાજ્યનું સર્વ કામકાજ પતાવીને રાજાની રજા મળતાં સુખાસનમાં બેસી ઘેર આવતો હતો. તેની આસપાસ જાતજાતના ઘોડા, હાથી, પાયદળ વગેરે ચાલતા હતા. જુદા જુદા દેશના ભાટચારણો અનેક પ્રકારનાં ગીતોથી તેની સ્તુતિ કરતા હતા, તેમજ આગળ ઢોલ, શરણાઈ વગેરે વાજીંત્રો વાગી રહ્યા હતા. બજારમાં ધન્યકુમારની સ્તુતિ કરતાં લોકો કહેતા હતા કે, “જૂઓ ! મનુષ્યભવમાં પણ ધન્યકુમારનું કેવું દેવતા જેવું જ છે ! ઉદારતા, ધેર્ય, ગાંભીર્ય, શૂરવીરતા, રૂપ વગેરે ગુણોમાં આને પહોંચી શકે તેવું દુનિયામાં કોઈ દેખાતું નથી. પારકાનું ભલું કરવાની વૃત્તિ, ગરીબ અપંગનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org