________________
૫ ૨
ધન્યકુમાર ચરિત્ર ઉદ્ધાર કરવાની ઇચ્છા, પોતાના કુટુંબને પોષવાની બુદ્ધિ, કોઈ ઇષ્ટ અનિષ્ટ ગમે તેવું બોલે તે સહન કરવાની વૃત્તિ વગેરે ગુણોથી યુક્ત હોવાથી ચાર ભાઈઓમાં સર્વથી નાનો છતાં તે મોટો હોય તેમ લાગે છે.' તે અવસરે માણસોનાં ટોળામાંથી એક જણ બહાર આવીને બોલી ઉઠ્યો કે, “ભાઈ ! ગુણવાન માણસોની ઉંમર જાણવાની શી જરૂર હોય ? કિંપાકના ફળ જેવા મોટા ભાઈઓ પુણ્યના ભંડાર ધન્યકુમારના પ્રતાપે જ ઇચ્છિત સુખ ભોગવે છે.
જ્યારે પ્રથમ અહીં તેઓ આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું આપણે તેઓને જોયા નહોતા ? હવે તો અભિમાનથી છલકાઈ જઈને તથા મોઢા ઉપર તિરસ્કાર તથા કટાક્ષની છાયા લાવીને સામો નમસ્કાર કરવા જેટલો વિવેક પણ તેઓમાં રહ્યો નથી. ખરેખર અવિવેક એ મોટું દૂષણ છે.”
આમ જેના તેના દ્વારા થતી ધન્યકુમારની પ્રશંસાને ધનદત્ત, ધનદેવ, ધનચંદ્ર-એ ત્રણે મોટા ભાઈઓ સાંભળીને જ્વાળાની પેટે બળતાં (સૂકાતાં) લોભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા, પિતાજી ! અમે સર્વ જુદા થવા માંગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઇચ્છતા નથી, માટે અમને અમારો ભાગ વહેંચી આપો.'
ધનસાર તેમનાં વચનોને સાંભળીને જરા હસીને કહેવા લાગ્યા, પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છો ? પરંતુ વિચાર કર્યો કે, ધન્યકુમારને આપણે આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છો? વળી આપણે પ્રતિષ્ઠાનમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પોતડીભર નીકળી અત્રે આવ્યા અને સજ્જનતા, વિવેક, ગૌરવ, સ્વજનનેહ વગેરે ગુણોથી તમારા દોષો ભૂલી જઈને ધન્યકુમારે ઇચ્છાનુસાર ધન તથા કપડાંઓથી તમારો સત્કાર કર્યો તે બધા દિવસો ભૂલી ગયા ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org