________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૬૩ તો દુર્ગતિમાં ભ્રમણ કરવાનું આપીને ચાલતી થઈ જાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, “પૃથ્વીનું આભૂષણ પુરુષ છે. પુરુષનું આભૂષણ ઉત્તમ પુણ્યવાળી લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણ દાન છે અને દાનનું આભૂષણ સુપાત્ર છે.”
ધનકર્મા શ્રેષ્ઠીના રૂપમાં પરાવર્તન કરી આવેલ તે ઈશ્વરદત્ત ચારણ તે પુત્રોને કહે છે કે, “પુત્રો ! માટે આ પ્રમાણે મુનિમહારાજની દેશના સાંભળીને હું મનમાં ચમત્કાર પામ્યો અને મનમાં ચિંતવવા લાગ્યો, “અરે ! અજ્ઞાન વડે મેં તો અતિ દુષ્કર એવો નરભવ તથા ધનસામગ્રી મળ્યા છતાં બંનેને ગુમાવી દીધાં છે. આલોક અને પરલોકનું કાંઈ પણ સાધન કર્યું નથી. દુર્ગતિમાં જવાના કારણભૂત પાપકર્મની જ મેં તો પુષ્ટિ કરી છે. કૃપણતાના દોષથી મેં કાંઈ પણ આપ્યું નથી, ખાધું નથી, ભોગવ્યું નથી, માત્ર દીન પુરુષોની જેમ દુઃખે ભરાય તેવા જઠરની પૂર્તિ જ કરી છે, વળી મેં ભોગવ્યું નથી, એટલું જ નહીં પણ પુત્રાદિકને ભોગવવા દીધું નથી. કીર્તિ માટે યાચકોને પણ ધન આપ્યું નથી, દીન, દુઃખી, નિરાધારનો ઉદ્ધાર પણ કોઈ દિવસ કર્યો નથી. તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.'
આ પ્રમાણે નિશ્ચય કરીને હું અહીં આવેલો છું. “અરે પુત્રો ! મુનિનાં વચનો સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળો થયો છું. આ તેઓનો ઉપકાર છે, કૃપણતાના દોષથી અત્યાર સુધી જે કાળ ગયો તે બધો તે દુર્ગતિનું પોષણ થાય તેવી રીતે મેં ગુમાવ્યો છે. તમે સર્વને પણ દાન અને ભોગાદિકમાં હું અંતરાય કરનારો થયો છું. તમે તો સુપુત્રો હોવાથી મારા આશયને અનુકૂળ રહી અત્યાર સુધી કાળ વ્યતીત કર્યો છે. હે પુત્રો ! ધનાદિ સર્વ પાપના અધિકરણો હોવાથી તે સર્વને બહુ દુઃખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org