________________
૧૬૪
ધન્યકુમાર ચરિત્ર ધનાદિકનો સુપાત્રમાં વ્યય કરવાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તો કેવળ અનર્થને ઉપજાવનાર જ થાય છે, તેથી હવે દીન જનોનો ઉદ્ધાર, સુપાત્રનું પોષણ, કુટુંબી જનોની પ્રતિપાલના વગેરે કરવા વડે હું દાનનું ઉત્તમ ફળ મેળવીશ, તેથી તમને પણ દાન અને ભોગાદિકમાં જે ઇચ્છા હોય તે મને કહેવી. તેને માટે સુખેથી ધન લેવું. આજથી તમને મારી અનુમતિ છે, ફરીથી પૂછવું નહિ. હું તો હવે દાનાદિક સત્કાર્યમાં જ મશગૂલ રહીશ.'
આ રીતે કહીને તે માયાવી ધનકર્મા દીનજનો વગેરે સર્વને ઈચ્છિત ધન આપવા લાગ્યો. વળી સીદાતા સાધર્મિક ભાઈઓને તથા અન્ય યાચકોને તેની ઇચ્છાથી પણ અધિક આપવા લાગ્યો. આમ થોડા જ દિવસમાં આઠ કરોડ સોનામહોરો તે માયાવી શ્રેષ્ઠીએ વાપરી નાંખી. નગરમાં પણ ભારે વસ્ત્રો અને આભૂષણો પહેરીને તે સુખાસનમાં-પાલખીમાં અથવા તો રથમાં બેસીને બહાર નીકળતો.
એક દિવસ તેના કોઈ બાળ વયના પ્રિય મિત્રે તેને પૂછ્યું, “અરે શ્રેષ્ઠિનું હમણાં તમારી આવી ઉદાર દાનવૃત્તિ, ત્યાગવૃત્તિ તથા ભોગવૃત્તિ કેવી રીતે થઈ ?' ત્યારે પૂર્વે કહેલી કલ્પિત હકીકત કહીને તેણે ઉત્તર આપ્યો. તે સાંભળી કેટલાક ઉત્તમ જીવો બોલ્યા, “અહો ! નિઃસ્પૃહ એવા મુનિની દેશના વડે કોણ પ્રતિબોધ પામતું નથી ? એમાં શું આશ્ચર્ય છે? પહેલાના વખતની વાતો શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર વગેરે પણ કુકર્મમાં મગ્ન થયેલા, કુમાર્ગે ગયેલા, કુમાર્ગનું પોષણ કરનારા, કુમતિથી વાસિત થયેલ અંતઃકરણવાળા, સાતે વ્યસન સેવવામાં તત્પર અને ક્રૂર મહાનિષ્ફર પરિણામવાળા હતા, છતાં તેઓ પણ મુનિમહારાજની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યા હતા અને તે જ ભવમાં જૈનધર્મને આરાધી ચિદાનંદ પદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org