________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૭૧ સેવકો મને ઓળખતા જ ન હોય તેમ વર્તે છે અને મને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી.'
આમ તે શ્રેષ્ઠીનાં વચનોને સાંભળીને તે સર્વે પણ વિચારમાં પડી ગયા, “આ ધનકર્મા કોણ ? ઘરની અંદર જે ધનકર્મા છે તે કોણ ? આ જે કહે છે તે પણ સાચું લાગે છે. ઘરની અંદર રહેલ પણ સાચો જણાય છે, આ બેની વચ્ચે કયો ધનકર્મા સાચો અને કયો માયાવી ? અતિશય જ્ઞાની વગર આ વાતનો નિર્ણય કોણ કરે ? તે સમયે તે ભેગા મળેલામાંથી એક અનુભવીએ કહ્યું, ઘરની અંદર રહેલ શ્રેષ્ઠીને બહાર લાવીને બંનેને સંયોગ કરી મેળવણી કરી જોઈએ, તો સત્યાસત્યની તરત પરીક્ષા થશે.' તે - સાંભળીને કોઈ ખોટા ધનકર્મા તરફથી મળેલ ખાનપાન તથા તેનાં મિષ્ટ વચનોથી તૃપ્ત બની તેને આધીન થયેલા બોલી ઉઠ્યા,
આ ધનકર્મા કોણ છે ? ધનકર્મા તો ઘરમાં રહીને આનંદ કરે છે. આ તો કોઈ ધૂતારો અહીં આવેલો જણાય છે.”
ત્યાં તે અવસરે અન્ય કોઈ બુદ્ધિમાન સરલ હતો, તેણે જણાવ્યું, “ભાઈઓ ! મને તો આ બહાર ઉભેલ ધનકર્મા જ સાચો લાગે છે. કારણ કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જ જાય છે. કદાચ કોઈને તત્ત્વજ્ઞાનના શ્રવણથી પ્રતિબોધ થાય અને કોઈ રીતે સ્વભાવમાં પરિવર્તન થાય, પણ મૂળથી તેનો સ્વભાવ ફરી જતો નથી. આ ધનકર્મા તે મૂળ પ્રકૃતિવાળો ધનકર્મા દેખાય છે. પ્રકૃતિથી તેનામાં ફેરફાર થયો હોય અથવા તે ફરી ગયો હોય તેમ દેખાતું નથી. ગુરૂમહારાજના ઉપદેશના શ્રવણથી કૃપણ પણ દાનાદિક આપે છે, તો પણ તે યોગ્યાયોગ્યનો ભેદ પાડીને જ આપે છે, જેમ જેમ પોતાનું દ્રવ્ય ઉડાવી નાંખતો નથી. મોટા કષ્ટ વડે અને મહાપાપનાં કાર્યો કર્યા બાદ દ્રવ્ય મળે છે. તેનો વ્યય કેમ કરવો તે તેનું જ હૃદય જાણે છે. દાન દેવું તે મરણ બરોબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org