________________
ધન્યકુમાર ચરિત્ર મૂળ ધનકર્માએ તેમાંથી કેટલીક થોડી થોડી સાંભળી. તે સાંભળીને તે મનમાં વિચારવા લાગ્યો, ‘કાંઈક આમાં કારણ તો લાગે છે, પણ પહેલાં એકવાર હું ઘેર જઈ ઘરમાં પ્રવેશી સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરીશ.' આમ મનમાં નિશ્ચય કરી, ઉતાવળો તે ઘરના આંગણા પાસે આવ્યો, પણ તેને જોઈને કોઈ નોકર ઉભો થયો નહિ. તેમ તેને પ્રણામ પણ કર્યા નહિ, આવો અચાનક ફેરફાર થવાથી ‘આ શું ?’ એમ વિચારતો તે ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો. ત્યારે ઘરના સેવકોએ તેને કહ્યું, ‘એ ક્યાં જાઓ છો ? કોના ઘરમાં પેસો છો ?' આ સાંભળીને ચમત્કાર પામેલો ધનકર્મા બોલ્યો, અરે ! શું તું મને પણ ઓળખતો નથી ? મારી નોકરીમાં રહ્યા તને તો ઘણાં વર્ષ થઈ ગયાં. આજે તમારા બધાયનું મગજ કેમ ફરી ગયું ?’ સેવકોએ કહ્યું, ‘જા, જા, બીજે ઠેકાણે ધૂર્તકળા કેળવજે, અમે તો જાણીએ છીએ, જાણેલા ગ્રહ પીડા કરી શકતા નથી.' શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું, ‘શું તમે બધા સ્વામીદ્રોહી થઈ ગયા છો ? આઠ, દશ દિવસમાં તો બધું ભૂલી ગયા કે શું ? જેથી તમો તમારા શેઠને પણ ઓળખતા નથી.’
૧૭૦
સેવકોએ કહ્યું, ‘કોનો સ્વામી ? કોણ તારા સેવકો ? અમારા સ્વામી તો ઘરની અંદર બહુ આનંદથી લહેર કરે છે, તે ચિરંજીવી-આયુષ્માન છે. તું તો કોઈ ધૂતારો ધૂર્તકળા વડે ઘરને લૂંટવા આવ્યો છે. જો અમારા સ્વામી આ વાત જાણશે તો તારી માઠી ગતિ થશે.' આ પ્રમાણે વાદવિવાદ થતો સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને જોઈને શ્રેષ્ઠીએ કહ્યું, ‘અરે સોમદેવ, મિત્રદત્ત, ભાઈઓ ! જુઓ, જુઓ ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે હું ગયો હતો. તે કાર્ય સંપૂર્ણ કરીને હું તરત જ અહીં પાછો આવ્યો છું. આ ઘણા વખતના પરિચિત મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org