________________
૨૨૩
પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ
ત્યારે સુભદ્રા ગદ્ગદિત થઈને બોલીઃ સ્વામિન્ ! આપના ભવનમાં મને લેશ માત્ર પણ દુઃખ નથી, પરંતુ મારો ભાઈ શાલિભદ્ર શ્રેણિક રાજા ઘરે આવ્યા તે દિવસથી ઉદાસ થઈ ગયો છે. વિર ભગવાનનાં વચનશ્રવણથી પરમ વૈરાગ્ય વડે તેનું અંતકરણ વાસિત થયું છે. તેથી તે વ્રત લેવાને ઇચ્છે છે, અને હિંમેશાં એકએક પત્નીનો ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓને ત્યજી દેશે અને પછી વ્રત ગ્રહણ કરશે.
તે વખતે મારા પિતાનું ઘર ભાઈ વગરનું અરણ્ય જેવું ઉદ્વેગ કરનારૂં થઇ પડશે. ભાઈ જશે એટલે પછી પ્રતિવર્ષ રક્ષાબંધન હું કોને કરીશ? કોણ મારી પસલી આપશે? કોણ મેને પર્વમાં અને શુભ દિવસોમાં આમંત્રણ કરશે ? ક્યા શુભ હેતુથી ઉત્સાહપૂર્વક હું પિતાના ઘરે જઈશ? જો કોઈક વખત પિતાને ઘેર જઈશ તો પણ ઉલટું દુઃખથી ભરાયેલા હૃદયવડે હું પાછી આવીશ.”
સ્ત્રીઓને પિતાના ઘરની સુખવાર્તા સાંભળવાથી અમૃતથી ભરાયું હોય તેમ તેમનું હૃદય શીતળ અને પ્રસન્નતાયુક્ત થાય છે. શ્વસુરના ઘરે ઉદાસ થયેલી સ્ત્રી પિતાને ઘેર જઈને સુખ મેળવે છે, પણ પિતા વગરના અને ભાઈ વગરના ઘેર હું શી રીતે જઇશ? ભાઈનો આ રીતે ભાવી વિયોગ સાંભરવાથી મને ચક્ષુમાંથી અશ્રુપાત થાય છે, બીજું કાંઈ પણ મને દુઃખ નથી.”
સુભદ્રાનાં આવાં વચનોને સાંભળીને જરા હસી સાહસના સમુદ્ર જેવા ધન્યકુમાર બોલ્યા: પ્રિયે! તેં જે તારા પિતાના ઘરની શૂન્યતાની વાત કરી તે સાચી છે. સ્ત્રીનું હૃદય પિતાના ઘરના સુખના ઉદયની વાર્તા સાંભળીને ઉલ્લભાયમાન થાય છે. સ્ત્રીઓ હિંમેશા પિયરીઆના ગૃહનું શુભ ચિંતન કરે છે, હંમેશાં આશીર્વાદ આપે છે. તે બધું યુક્ત જ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org