SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ધન્યકુમાર ચરિત્ર આ પ્રમાણે વિચારમૂઢ થઈ જઈને રાજા વગેરે બેઠેલા છે, તેવામાં કોઈ બોલી ઉઠું કે, ‘મહારાજ ! બહુરત્ના વસુંધરા પૃથ્વી ઉપર અનેક રત્નો હોય છે, તેથી આપે આખી નગરીમાં પડહો વગડાવવો, ઉદ્ઘોષણા કરાવવી કે જેથી કોઈ બુદ્ધિશાળી પુરુષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે.' રાજાએ તે વાત કબૂલ કરી અને તરત જ પડહો વગડાવ્યો, તેમાં જણાવ્યું કે, હે પ્રજાજનો ! રાજાની આજ્ઞા સાંભળો, જે કોઈ માણસ ભલે તે ગમે તેવી સ્થિતિવાળો હશે, તો પણ આ મદાંધ થયેલા મસ્તીખોર હસ્તીને યોગી પુરુષ અધ્યાત્મ જ્ઞાનથી મનને ઠેકાણે લાવે તેમ તેને આલાનસ્તમે લાવીને બાંધી દેશે, તેને ચંદ્રની શોભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સોમશ્રી નામની મારી કન્યા આપવામાં આવશે, તેમજ લક્ષ્મીના સ્થાનક જેવા મનોહર એક હજાર આરામ, બગીચા તથા ગ્રામો આપવામાં આવશે. તેથી જે કોઈ કળાવાન હોય તેણે પ્રગટ થઈને આ હસ્તીને આલાનસ્તંભે લાવીને બાંધવાનો પ્રયત્ન કરવો.’ આ રીતે આખા નગરમાં શ્રેણિક રાજાએ પોતાના તરફથી પડહ વગડાવ્યો. ઉપરોક્ત પડહ વગાડતો પુરુષ અનુક્રમે જે સ્થળે પરદેશથી ફરતા ફરતા આવીને ધન્યકુમાર રહેલો હતો, તે ઘર પાસે આવી પહોંચ્યો, એટલે તરત જ હાથીને વશ કરવાનો તે પડહ ધન્યકુમારે સ્વીકાર્યો અને તેને આગળ જતો અટકાવ્યો. આ પડહનો તેણે સ્વીકાર કર્યો, એટલે સેવક પુરુષો પડહ વગાડતા બંધ થયા અને રાજાને નિવેદન કર્યું કે, ‘રાજન્ ! એક પરદેશી મહાપુરુષે આ પડહનો સ્વીકાર કર્યો છે.' રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મોટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy