________________
પુણ્યશાલીના પગલે
શ્રેણિક રાજાનો સેચનક નામનો મોટો હસ્તી જ્યાં બાંધવામાં આવતો હતો, તે બાંધવાનાં આલાનસ્તંભને ઉખેડી નાંખીને નગરલક્ષ્મીના પગના ઝાંઝર જેવા નગરદ્વારોને, સંપત્તિના સ્થાનરૂપ નગરમાં રહેલા ઘરોને, પગના આઘાતોથી જૂનાં વાસણોની જેમ ચૂરી નાંખતો, ઘરરૂપ શરીરના ઇંદ્રિયોરૂપી બારણાઓ તથા ગવાક્ષોને સૂંઢના આઘાત વડે તોડી નાંખતો, લક્ષ્મીના સ્થાનકરૂપ અટારીઓને પોતાના પગ વડે તોડી નાખતો, લોઢાની મજબૂત સેંકડો સાંકળોને કમળના ફૂલની જેમ ભાંગી નાંખતો, મનોરમ એવા ક્રીડાબાગોને ઉખેડી નાંખતો, બાળકો દડાને ઉછાળે તેમ સુકાળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યના ઢગલાઓને ચારે તરફ આકાશમાં ઉછાળતો, અતિ ક્રોધી દૃષ્ટિથી આબાલ-વૃદ્ધ સર્વને યમની માફક ભય પમાડતો અને અતિ ક્રૂર આકૃતિવાળો થઈને સમસ્ત રાજગૃહી નગરીમાં તે હાથી સાક્ષાત્ પ્રલયકાળની માફક ભમવા લાગ્યો.
રાજાની આજ્ઞાથી ઉપાયો કરવામાં અતિ કુશળ એવા અનેક મંત્રીઓ તથા સુભટો વગેરેએ તેને અંકુશમાં લેવા માટે ઘણા ઘણા ઉપાયો કર્યા, પણ ક્ષયના રોગમાં જેમ મહાકુશળ વૈદ્યના કરેલા સર્વ ઉપાયો નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. આવી રીતે કોઈનાથી હાથીને બાંધી શકાયો નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિક મહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લક્ષ્મીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીશ્વરને સંભારવા લાગ્યા અને અતિ દીન થઈ જઈને વિચારવા લાગ્યા કે, ખરેખર, આ અવસરે જો અભયકુમાર હાજર હોત, તો આ હસ્તીને એક ક્ષણમાં વશ કરી લેત.' લોકોમાં કહેવત છે કે, એકડા વિનાના મીંડા નકામા છે. તે સત્ય છે.’
Jain Education International
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org