SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યશાલીના પગલે ધન્યકુમાર પણ તે પડહ ઝીલ્યા પછી ઘેરથી બહાર નીકળી જે સ્થળે હાથી તે વખતે ફરતો હતો અને લોકોને હેરાન કરતો હતો, તે સ્થળે આવ્યો. તેણે પોતે પહેરેલાં બધાં વસ્ત્રો તજી દીધાં અને માત્ર એક વજબંધ કછોટા વડે કેડ બાંધીને તે હસ્તીની પાસે ગયો અને કોઈ વખત તેની નજીકમાં, કોઈ વખત પડખેના ભાગમાં, કોઈ વખત તેના પાછળના ભાગમાં તે વસ્ત્રોના ગોળ દડાઓ કરીને હસ્તીની આસપાસ ફેંકવા લાગ્યો. હાથી પણ તેને પકડવા માટે દોડાદોડી કરવા લાગ્યો, તે સમયે ધન્યકુમાર લઘુલાઘવી કળાથી જેવો હસ્તી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચક્રની માફક ફેરવવા લાગ્યો. હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે હાથીને બહુ પ્રકારે આ રીતે ભમાવીને અતિ શ્રમિત કરી નાંખ્યો અને ખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં અને દોડતા અતિ શ્રમ લાગવાથી તદન મદરહિત થઈ ગયો. જ્યારે હાથીને ગ્લાન અંગવાળો, ખેદિત અને નિર્મદ થયેલો જાણ્યો, ત્યારે વાંદરાની જેમ પૂંછડું પકડીને હાથીની પીઠ ઉપર ધન્યકુમાર ચડી બેઠો; પછી પોતાના પાદઘાત વડે તેનાં મર્મસ્થાનમાં પ્રહાર કરીને અને અંકુશ વડે તેને સીધો કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હસ્તીને આલાનસ્તંભ પાસે લઈ જઈને ધન્યકુમારે બાંધી દીધો. મગધેશ્વર શ્રેણિક નૃપતિ પણ તેની હસ્તીદમનની અતિ ઉત્તમ કળા જોઈને હૃદયમાં બહુ રંજિત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક મોટો મહોત્સવ કરીને પોતે આપેલ વચનાનુસાર પોતાની સોમશ્રી નામની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી અને એક હજાર ગામો આપ્યાં. બીજી પણ સુવર્ણ, મણિ, મોતી વગેરે ઘણી અમૂલ્ય વસ્તુઓ હસ્તમેળાપ વખતે આપીને શ્રેણિક રાજાએ પોતાનાં વચનને સંપૂર્ણ રીતે પાળ્યું. જેવી રીતે નવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy