________________
પુણ્યનો પ્રભાવ
૩૫ વેપારીઓને આપી,” ત્યારે કહ્યું હતું કે, “જે કિંમત ગામમાં ઉપજતી હોય તે મૂલ્ય તમારે મને આપવું.' હવે એવી રીતે મારે થેંક્યું ગળવું તે કાંઈ યોગ્ય ન ગણાય, પણ આ વાત તો આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે, અતિ નિપુણ, વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ બની ગયેલા, જુદા જુદા દેશોમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને લેવડદેવડમાં પ્રવીણ વ્યાપારીઓ પાસે ધન્યકુમાર જેવો નાનો માણસ શી ગણતરીમાં ? ને વળી મને આવીને ખોટું કહી જનારા માણસોનો વિશ્વાસ પણ શો ? માટે આ વાત તો ધન્યકુમારને બોલાવીને મારે પૂછવી તે વધારે યોગ્ય છે.
આમ વિચારીને રાજાએ ધન્યકુમારને બોલાવવા માટે માણસો મોકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા, ‘આપના પુત્ર ધન્યકુમારને મહારાજા બોલાવે છે.' ધનસારે ચિંતાપૂર્વક પુત્રને કહ્યું, “રાજા તને બોલાવે છે.'
ધન્યકુમારે કહ્યું, “મહાભાગ્યની વાત, બહુ સારું થયું. મોટા ભાગ્ય હોય તો જ રાજાને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેટલાકને તો રાજાનો મેળાપ કરવાને માટે પ્રપંચો કરવા પડે છે અને મને તો રાજાએ પોતે જ બોલાવ્યો છે. આપની કૃપાથી સર્વ સારા વાનાં થશે, આપે કાંઈ પણ શંકા લાવવાની જરૂર નથી.” આમ કહીને વસ્ત્ર તથા અલંકાર સજીને પોતાની સાથે યોગ્ય સેવકોને લઈને તે રાજા પાસે ગયો.
ત્રણે મોટા ભાઈઓ રાજાના આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બોલવા લાગ્યા, “જોયું ! કીડી ભેગું કરે અને ભોરીંગ ભોગવે. એવી જે લોકમાં કહેવત ચાલે છે, તે કેવી સાચી પડી ? આપણા ભાઈશ્રીએ કાળા ધોળા કરીને અહીંતહીંથી જે ધન ભેગું કર્યું છે, પણ તે આગલું પાછલું સર્વ દ્રવ્ય રાજા એક સપાટે ઘસડી જશે. આના પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org