________________
૩૪
ધન્યકુમાર ચરિત્ર દરિદ્રતા રૂપી વનને બાળી નાંખનારી વસ્તુ મને હાથમાં આવી ગઈ છે. મોટા શેઠીઆઓ આ વસ્તુના પ્રભાવથી અજાણ્યા હોવાથી આ વસ્તુને નકામી સમજી લુચ્ચાઈથી મારે માથે ઓઢાડી દેવા તેઓ તૈયાર થઈ ગયા. પણ મેં તો દેવગુરૂના પ્રતાપે આ વસ્તુનો પ્રભાવ સમજી જઈને તેનો સ્વીકાર કરી લીધો છે. હવે આપ તેનો પ્રભાવ સાંભળો. આ માટી આપ સામાન્ય ન સમજતા, એના સ્પર્શથી તો લોઢું પણ સોનું બની જાય એવી આ માટી છે. આ તો પાશ્વપાષાણની ખાણમાંથી મળી આવતી, સંસારના દારિત્ર્યને હરનારી તેજંતૂરિકા નામની માટી છે. આમાંથી રતિ ભાર માટી લઈને આઠ પલ તાંબાને તેની સાથે એક રૂપ કરવાથી તાંબાનું સોનું બની જાય છે.”
આમ કહીને ધન્યકુમારે તે જ વેળાએ ઉપર કહેલ ક્રિયા વડે તેણે તાંબા તથા લોઢાનું સોનું કરી બતાવ્યું, પછી એમ વારંવાર કરીને ખૂબ કિંમતી સોનું બનાવ્યું. તેથી ધનસાર અને અન્ય સ્વજનો, બહુ આનંદ પામ્યા. માત્ર મોટા ત્રણ ભાઈઓ સિવાય સર્વ સ્નેહીજનો તેની પ્રશંસા કરવા લાગ્યા. તે ત્રણે વડિલ બંધુઓ તો હૃદયમાં ઇર્ષ્યાથી બળી જવા લાગ્યા.
આ સમયે ધન્યકુમારની સમૃદ્ધિ જોઈ ન શકવાથી એક ઇર્ષ્યાળુ માણસે રાજા પાસે જઈને કહ્યું, “સ્વામી, ધનસારનો પુત્ર ધન્યકુમાર બધા વેપારીઓને તથા તમને છેતરીને નજીવી કિંમત આપીને તેજંતૂરિકાથી ભરેલા માટીના લોટાઓ લઈ ગયો છે અને તે વાત કોઈને કહેતો પણ નથી. તે તેજંતૂરિકા તો આપના જેવાના કોઠારમાં શોભે, માટે તે મંગાવી લઈને આપના કોઠારમાં તે ભરવી, તો જ તે ધન્યકુમારને તેની અપ્રમાણિકતાનો યોગ્ય બદલો મળશે.” રાજા જિતશત્રુએ આ વાત સાંભળી, ને નીતિપ્રિય એવા તેણે વિચાર્યું, “મેં જ્યારે વહાણની ચીજો બધા મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org