________________
પુણ્યનો પ્રભાવ
૩૩ સર્વ વસ્તુ મારે માથે ઓઢાડી ગયા છે. સંસારમાં સ્વાર્થ વિના કોઈ કોઈનું સગુ નથી. મેં તો ધર્મની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યો છે. આ પ્રમાણે વિચારી વસ્તુપરીક્ષામાં હોંશિયાર ધન્યકુમાર તે માટી જેવી દેખાતી વસ્તુ લઈને ઘેર આવ્યો.
ઘેર ત્રણે મોટા ભાઈઓ પિતા પાસે જઈને ધન્યકુમારની મૂર્ખતા માટે હસીને કહેવા લાગ્યા, “પિતાજી ! જૂઓ, તમારા શાણા પુત્રની આ વ્યાપાર કરવાની કુશળતા ? જુદા જુદા દેશની, વિચિત્ર પ્રભાવશાળી, મળી ન શકે તેવી, આ દેશમાં આગળ કદી નહીં જોયેલી, ભારે મૂલ્યવાળી ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી. તેમાંથી જેઓ વ્યાપારની લેવડદેવડમાં કુશળ તથા ચીજોની ઉત્પત્તિ, ગુણ, મેળવણી ઇત્યાદિમાં જાણકાર છે, તે બધાએ તો પોતપોતાની ઇચ્છિત વસ્તુ પસંદ કરી લીધી અને તે વસ્તુ લઈને પોતાનું કામ કાઢી લીધું અને આપના આ વખાણેલા પુત્રે તો બીજાઓએ નહિ લીધેલા, નાખી દેવાની ધૂળ તથા મીઠાથી ભરેલા આ લોટાઓ લીધા અને તે અહીં લાવ્યો, મીઠાનો વ્યાપારી હોય તો તે પણ આને હાથ લગાડે નહીં. આપના આ ભાઈસાહેબે તો કેવળ ધૂળથી ઘર ભર્યું. માટે પિતાજી ! ગુણવાનની પરીક્ષા તો અવસરે જ થાય છે. કાકતાલીય ન્યાયે કદાચ એક બે વાર મૂર્ખ માણસે કરેલ સાહસથી સીધું પડી જાય, પણ તેટલા ઉપરથી તેની હદ ઉપરાંતની પ્રશંસા ન કરીએ.”
પુત્રોને આ પ્રમાણે હાસ્ય કરતાં જોઈને જરા શંકાશીલ મને ધનસારે ધન્યકુમારને પૂછ્યું, “પુત્ર ! વહાણમાં બીજી ઘણી ચીજો વેચવાની હતી, છતાં તું આ ધૂળ તથા માટીથી ભરેલા લોટાઓ શા માટે લઈ આવ્યો ?” પિતાનું આ વચન સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક ઉત્તર આપ્યો. “પિતાજી ! આપનાં ચરણના પ્રતાપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org