________________
ધન્યકુમાર ચરિત્ર વખત આવ્યો, ત્યારે તે લેવા માટે કોઈએ હાથ લંબાવ્યો નહિ. બધા ભેગા થઈને પરસ્પર ગૂસપૂસ વાતો કરવા લાગ્યા, “આ અજાણ્યો ધન્યકુમાર ઠીક આવી ચડ્યો છે, તેથી તેને જ આ પકડાવી દ્યો, એ બાળક હોવાથી તેને ઉપયોગી કે નિરુપયોગી વસ્તુનું જ્ઞાન નથી. આપણે યુક્તિપૂર્વક બાળકને યોગ્ય વસ્તુ બાળકને જ આપીએ.”
આમ વિચારીને તેમણે ધન્યને કહ્યું, “ભાઈ ધન્યકુમાર ! તું લઘુવયમાં પહેલી જ વાર વેપાર કરવા આવ્યો છે, માટે મંગળરૂપ આ માટીના લોટા જ લઈ જા, કારણ કે શરૂઆતમાં થોડી મહેનત આપે તેવી ચીજોમાં થોડું ધન જ રોકવું, પછી રહેતાં રહેતાં તેમાં ઉમેરો કરતા જવું, એમ કરતાં કરતાં બુદ્ધિ ખીલતી જશે અને બુદ્ધિમાં વિભ્રમ થવાનો સંભવ પણ નહિ રહે.” કહ્યું છે કે, “નાની શરૂઆતો હંમેશા સુખકર્તા નિવડે છે.” વળી એનું દ્રવ્ય પણ રાજાને થોડું જ આપવું પડશે. લેણા પૈસા લેવામાં રાજા ઉતાવળ કરે છે અને વસ્તુ તો યોગ્ય સમયે વેચાય છે, તેથી જો દેવું થોડુંક હોય તો જલ્દી આપી શકાય છે. તારા પિતાશ્રી પણ આમ કરવાથી અમારા ઉપર પ્રસન્ન થશે. - હૃદયના કપટ પૂર્વક બહારથી મીઠું બોલતા તે વ્યાપારીઓને જાણીને, તેમની વાત સાંભળીને ધન્યકુમારે શિષ્ટાચાર પ્રમાણે જવાબ આપ્યો, “મોટા વડિલો તો આવા જ જોઈએ, આપ જેવા વૃદ્ધો તો બાળકોને શિખામણ જ આપે, આપના જેવા વડિલોની કૃપાથી મારા સર્વ મનોરથો પૂર્ણ થશે. આ પ્રમાણે મિષ્ટ વાક્યોથી તેમને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા. ધન્યકુમાર વિચારવા લાગ્યો,
આ લોકોની સ્વાર્થપરાયણતા તથા દાંભિકતાની તો હદ થઈ. મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થઈ ગયા ! પરીક્ષા કરવામાં મૂઢ આ વ્યાપારીઓ આ નકામી ચીજ છે, એવી બુદ્ધિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org