________________
૩૧
પુણ્યનો પ્રભાવ ન જાય તેવી રીતે વેપારી વર્ગમાં કિંમત દઈને તમે લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુના ભાગ પ્રમાણે લાભ મળશે.'
રાજાનું કહેવું સાંભળીને વેપારીઓ પરસ્પર વિચારવા લાગ્યા કે, “રાજાને વેચવાની આ સર્વ ચીજો બધા વ્યાપારીઓને બોલાવીને વહેંચી દઈએ, એટલે રાજાને આપવાની કિંમત સર્વે મળીને આપી દેવાય. એક માણસથી આટલો બધો બોજો ઉપાડી શકાય નહિ. માટે આવતી કાલે બધા વ્યાપારીઓને બોલાવી યોગ્યતા પ્રમાણે વહેંચીને આપણે લઈ જઈશું.” આ પ્રમાણે વિચાર કરી રાજાને કહીને સહુ સહુને ઘેર ગયા.
પછી સવારના ફરી બધા વ્યાપારીઓ મળ્યા ત્યારે એક જણે કહ્યું, ધનસારના ઘેરથી કોઈ આવ્યું નથી, માટે તેને પણ આપણે આમંત્રણ આપવું જોઈએ. એટલે તેઓએ ધનસારના ઘેર તેને બોલાવવા એક માણસને મોકલ્યો, ધનસારે પોતાના ત્રણેય મોટા પુત્રોને જવાની આજ્ઞા કરી, એટલે હૃદયમાં ઈર્ષ્યાથી બળતા તેઓએ કહ્યું, “પિતાજી ! અમને શા માટે મોકલો છો ? આપના હોંશિયાર પુત્રને શા માટે મોકલતા નથી ? તેને મોકલો, એટલે વસ્તુને લેવામાં તેની કેટલી પ્રવીણતા છે તે તો જણાય ? તમે હિંમેશા તેની પ્રશંસા કરો છો તો પરીક્ષા કરવાનો આ યોગ્ય અવસર મળી આવ્યો છે, માટે આપ તેને જ મોકલીને લાભ મેળવો!” પુત્રોનું વચન સ્વીકારીને ધનસારે ધન્યકુમારને મોકલ્યો.
સરળતાનો ભંડાર ધન્યકુમાર પિતાનો આદેશ પોતાના મસ્તક પર વિનયપૂર્વક ચડાવી પરિવાર સહિત સારા શુકનથી ઉત્સાહ પામીને ત્યાં ગયો. બધા વ્યાપારીઓ પોતપોતાના ધંધાને યોગ્ય વસ્તુઓ છૂટી પાડી પાડીને લેવા લાગ્યા. પરીક્ષા કરવામાં શ્રેષ્ઠ ધન્યકુમાર સર્વ ચીજો ઉપર આંખો ફેરવતો મૂંગો મૂંગો ઉભો રહ્યો. જ્યારે પેલા મીઠાથી ભરેલા લોટાઓ વહેંચવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org