________________
30
ધન્યકુમાર ચરિત્ર રાખતા તથા પરસ્પર શિષ્ટાચાર જાળવીને ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા.
એક દિવસ પ્રતિષ્ઠાનપુરનાં રાજ્યની હદમાં આવેલા સમુદ્રના કિનારે બંદર પર એક મોટું વહાણ પવનથી ખેંચાઈને આવી ચડ્યું. તે વહાણનો સ્વામી રસ્તામાં મરી ગયો હતો, વહાણના વ્યાપારી પ્રવાસીઓએ રાજા પાસે આવી વિનંતી કરી, “સ્વામી ! અમારા વહાણનો માલિક રસ્તામાં જ મરણ પામ્યો છે. તેને કોઈ સગાવહાલા નથી. સ્વામી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ સઘળું દ્રવ્ય આપ હસ્તગત કરો અને વહાણમાં જે કાંઈ અમારું હોય તેનો ભાગ વહેંચી આપ અમને આપી દો.'
રાજાએ કરિયાણાની માલિકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પોષાકથી સત્કાર કરી, સૌનો માલ આપી દઈ વિસર્જન કર્યા. એટલે તે વહાણમાં સાથે આવેલા સર્વ વ્યાપારીઓ પ્રવાસને યોગ્ય વસ્તુઓ લઈને પોતપોતાના સ્થાનકે ગયા.
ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદી માર્ગે શહેર તરફ લાવ્યા. રાજાના આદેશથી વહાણમાંની વેચવાને યોગ્ય સર્વ ચીજો ખારવાઓએ નીચે ઉતારી. ત્યારબાદ બીજી જે જે ચીજો તેમાં હતી, તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણના તળીઆમાંથી ખારી માટીથી ભરેલા હજારો માટીના લોટાઓ નીકળ્યા.
રાજા વગેરે સર્વ લોકો તે જોઈને મનમાં વિચારવા લાગ્યા. આ વહાણના માલિકના નગરમાં જરૂર આવી માટીની તાણ હોવી જોઈએ, તેથી જ કોઈક બંદરમાંથી આ મીઠાથી ભરેલા લોટા લઈ લીધા જણાય છે.”
રાજાએ પ્રતિષ્ઠાનપુરના શ્રીમંતોને બોલાવીને બધી વેચવાની ચીજો બતાવીને કહ્યું કે, “આ વહાણની ચીજો તમને કોઈને ખોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org