________________
પુણ્યનો પ્રભાવ
આમ ધન્યકુમારના પુણ્યથી આકર્ષાયેલા સ્વજનો સૂર્યની માફક ધન્યકુમારનું બહુમાન કરવા લાગ્યા, પરંતુ સ્વાભાવિક દોષદૃષ્ટિવાળા તે ત્રણે મોટા ભાઈઓ ઉપર તેની કાંઈ અસર થઈ નહિ. સગાવ્હાલાઓ પાસેથી ધન્યકુમારના યશોગાન સાંભળીને તે ત્રણે ઈર્ષ્યાથી બળવા લાગ્યા.
અદેખાઈથી જલતા તે પુત્રોને બોલાવી ધનસારે ફરી શિખામણ આપતાં કહ્યું, “હે પુત્રો ! ઇર્ષ્યાને ત્યજીને ગુણોને ગ્રહણ કરતાં શીખો.' કારણ કે, “કચરામાંથી ઉત્પન્ન થવા છતાં કમળ ગુણ (દોરા)ને લીધે, શું હૃદય પર ધારણ કરવામાં આવતું નથી? અને ચંદ્ર જેવો રાત્રીનો રાજા પણ પાનો દ્વેષી હોવાથી (પદ્મને રાતના સંકોચી નાંખે છે તેથી) શું ક્ષય પામ્યા વિના રહે છે ખરો?' માટે જે માણસો ઈર્ષ્યાથી ગુણીના ગુણ ગાતા નથી, તે શુદ્ર માણસો આચાર્ય રૂદ્રસૂરિની જેમ મોટા સાધુ સમુદાયના સ્વામી છતાં વિટંબના પામી પરભવમાં દુઃખી થાય છે.”
ધન્યકુમારનાં ત્રણેય ભાઈઓ લોકલજ્જાના કારણે બહારથી અનુકૂળ થઈ ધન્યકુમારની સાથે થોડો સમય તો સારો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org