________________
૩૬
બાપા તો ધન્યકુમારના ગુણ જ ગાયા કરે છે.
ધન્યકુમાર રાજસભામાં જઈને, રાજા પાસે ભેટ મૂકી, નમસ્કાર કરી તેમના આદેશથી એક આસન ઉપર બેઠો. રાજા પણ રૂપ, વય તથા ચતુરાઈથી ભરપૂર, ભાગ્યશાળી ધન્યકુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યો, ‘ધન્યકુમાર ! તું કુશળ છે ?' ધન્યકુમારે કહ્યું, ‘દેવગુરૂ તથા ધર્મના પ્રભાવે તેમજ આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણ પૂર્વની પુણ્યાઈ છે અને તે ધર્મને આધીન છે. મારા મહાભાગ્ય કે આજે આપ મહારાજાએ પોતે મોટી કૃપા કરી મને સંભાર્યો, મારા સુખમાં સુખ ભળ્યું અને હવે તો તેમાં કોઈ ન્યૂનતા પણ ન રહી.’
ધન્યકુમાર ચરિત્ર
ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દોથી સંતુષ્ટ થઈ રાજાએ કહ્યું કે, ‘ધન્ય ! પેલા વહાણમાંની વેચવાની ચીજોમાંથી તેં કાંઈ ભાગ લીધો કે નહિ ?’
‘મહારાજ ! આપની જેવી મારા ઉપર કૃપા છે, તેવો ભાગ પણ મને મળ્યો છે.’
‘કઈ રીતે ?'
જવાબમાં ધન્યકુમારે મૂળથી માંડીને સર્વ હકીકત સરળતાથી રાજાને કહી સંભળાવી અને કહ્યું, ‘મહારાજ ! આ વસ્તુ તદન નકામી છે' એમ નિશ્ચય કરીને મને બાળક જાણી મારે માથે ડિલ વ્યાપારીઓએ માયાથી આ વસ્તુ ઓઢાડી દીધી. કિંમત પણ તેઓએ જ નક્કી કરી આપી, મેં તો દેવ-ગુરૂ અને ધર્મના પ્રભાવે તે ચીજ ઓળખી લઈને તેમણે આપેલું પ્રમાણ કહી સ્વીકારી લીધું. આવી રીતે વહાણમાંનો ભાગ મને મળ્યો છે. મારા ભાગમાં આવેલ તેજંતૂરી મોટા જથ્થામાં હજુ પડી છે, તેને માટે આપ જે આજ્ઞા કરો તે મારે શિરસાવંદ્ય છે. ધન્યકુમારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org