________________
ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય ગયા. રાજાને નમસ્કાર કરીને યોગ્ય સ્થાને તેઓ બેઠા, રાજાએ તેમને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી.
ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું, “મહારાજ ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં હું તેને નિરૂત્તરકરી દઈશ, માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” ત્યાર પછી ગોભદ્ર શ્રેષ્ઠીને એકાંતમાં બોલાવીને કહ્યું કે, “શ્રેષ્ઠીશ્રી, આવતી કાલે તે ધૂર્ત રાજસભામાં કપટકળા કેળવવા આવે ત્યારે હું તમને કહું, તે પ્રમાણે તમારે તેને ઉત્તર આપવો.' આ પ્રમાણે કહી શું ઉત્તર દેવો તે સમજાવીને ધન્યકુમાર રાજાની રજા લઈ પોતાનાં સ્થાને આવ્યા. બીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં સર્વે સભાજનો અને ગામના લોકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયો ત્યારે આવ્યા. પછી પેલા ધૂર્ત ઘણી યુક્તિઓ પૂર્વક પોતે ગોભદ્ર શ્રેષ્ઠીનાં ઘેર ઘરેણે મૂકેલ ચક્ષુની માંગણી કરી. તેની માંગણી થતાં જ ગોભદ્ર શ્રેષ્ઠીએ સમસ્ત સભ્યજનોની તથા રાજાની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૂર્તિને કહ્યું, “હે ભાઈ ! તેં તારી ચક્ષુ મારા ઘેર ઘરેણે મૂકી હશે, તારું કહેવું બિલકુલ ખોટું નહીં હોય, પણ મારા ઘેર ડાબલાઓમાં આ પ્રમાણે ઘરેણે મૂકાયેલી હજારો ચક્ષુઓ પડેલી છે. તેથી તેમાં તારી ચક્ષુઓ કઈ તેની બિલકુલ ખબર પડતી નથી અને જો કોઈને બદલે કોઈની ચક્ષુ અપાઈ જાય તો શાસ્ત્રમાં મહાપાપ કીધેલું છે. સર્વે માણસોને પોતપોતાની વસ્તુઓ તેમાં ખાસ કરીને ચક્ષુ તો બહુ જ પ્રિય હોય છે. કહ્યું પણ છે કે, “પૃથ્વીનું મંડન નગર છે, નગરનું મંડન તેનાં ઉત્તમ ગૃહો છે, ઉત્તમ ગૃહોનું મંડન ધન છે, ધનનું મંડન કાયા છે ને કાયાનું મંડન મુખ છે અને મુખનું મંડન ચક્ષુ છે, મનુષ્યોને ચક્ષુ આખા શરીરમાં સારભૂત છે.” વળી અતિ જરૂરી કાર્ય આવી પડે ત્યારે જ પોતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરેણે મૂકીને માણસો ધન લાવે છે અને ધન ધીરનારા વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુઓ લઈને વ્યાજે રૂપિયા ધીરે છે, તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org