________________
૭૮
ધન્યકુમાર ચરિત્ર તે સમયે બધા સભાસદોની આવી અવસ્થા જોઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સંભારવા લાગ્યા અને તેની વિરહવ્યથા યાદ કરીને કહેવા લાગ્યા, “પ્રધાનો ! સભાજનો ! જો આ અવસરે અભયકુમાર હાજર હોત, તો આ કલહ શમાવવામાં આટલો વિલંબ ન થાત. જો સૂર્ય પ્રકાશતો હોય તો અંધકારનો સમૂહ કેવી રીતે વિલાસ કરી શકે? એક અભયકુમાર વિના મારી આવી મોટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી. જેવી રીતે ચંદ્ર વિના રાત્રી બિલકુલ શોભા ધારણ કરતી નથી, તેમ અભયકુમાર વિના મારી આ સભા શોભા રહિત થઈ ગઈ છે.” રાજાનાં આ વચન સાંભળી એક પુરુષે કહ્યું, “સ્વામિન્ ! નગરમાં એવી ઉદ્ઘોષણા કરાવો કે, આ નગરમાં એવો કોઈ બુદ્ધિશાળી છે કે જે ગોભદ્ર શ્રેષ્ઠીની બાબતમાં સત્યાસત્યનો નિર્ણય કરી આપીને બધું કાર્ય સરળ કરી આપે, જો હોય તો તેણે પ્રગટ રીતે બહાર આવવું.”
તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગોભદ્ર શ્રેષ્ઠીનો પણ તે જ પ્રમાણે અભિપ્રાય થવાથી રાજગૃહી નગરીમાં ચોરે અને ચૌટે સર્વત્ર શ્રેણિક મહારાજાએ એવો પડહ વગડાવ્યો કે, “જે કોઈ બુદ્ધિશાળી પુરુષ આ માયાવી માણસને સચોટ પ્રત્યુત્તર આપી, તેને નિરૂત્તર કરશે અને ગોભદ્ર શ્રેષ્ઠીની ચિંતા મટાડશે, તેને ગોભદ્ર શ્રેષ્ઠી બહુ ઋદ્ધિ સહિત પોતાની પુત્રી પરણાવશે અને રાજા પણ તેને બહુ સન્માન આપશે.” રાજગૃહી નગરીમાં ઉપરોક્ત પડહ વગાડતો વગાડતો જે ઠેકાણે સજ્જન પુરુષોમાં આદર પામેલા ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યો. તે વખતે કૌતુકથી આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ ઝીલી લીધો અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈને તેઓ રાજસભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org