________________
૧૫૬
ધન્યકુમાર ચરિત્ર મંત્રીને પણ ગુરૂની કૃપાથી મેં ખુશ કર્યો છે, ને તેની કૃપા મેં મેળવી છે.'
આ રીતે પરસ્પર વાતચિત કરતા હતા, તેવામાં એક ભાટ બોલી ઉઠ્યો, ‘તમે જે સઘળું કહો છો તે સત્ય જ છે, પણ હું તો તમારૂં કૌશલ્ય ત્યારે જ જાણું કે જ્યારે લક્ષ્મીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના આપણી જ્ઞાતિ સંમેલનના ભોજનનો ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવો તો બધું સાચું, નહિ તો તમારી આ બધી વાતચીત માત્ર ગાલ ફુલાવવા જેવી જ મને લાગે છે. તે સમયે લક્ષ્મીપુરથી ત્યાં આવેલ ઈશ્વરદત્ત ચારણ ગર્વથી બોલી ઉઠ્યો, “ઓહ ! એમાં તે શું દુષ્કર છે ? મેં તો ઘણા વજ જેવા કઠોર હૃદયવાળાને પણ પીગાળ્યા છે, તો આ કોણ માત્ર છે ? તેની પાસેથી જ જ્યારે ભોજન અને વસ્ત્રાદિક લાવીને આપણા જ્ઞાતિ-સંમેલનમાં ખર્યું, ત્યારે જ આ ભાટ-ચારણ મંડળમાંથી દાનનો વિભાગ હું ગ્રહણ કરીશ, ત્યાં સુધી ગ્રહણ નહિ કરું.”
આ પ્રતિજ્ઞા કરીને તે ઈશ્વરદત્ત ભાટ, ધનકર્માના ઘેર ગયો. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણી વડે તેણે માંગણી કરી, “હે વિચક્ષણોમાં શિરોમણિ ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે ? આયુષ્યનો કાંઈ ભરોસો નથી, આંખના પલકારા જ વારંવાર બંધ ઉઘાડ થઈને મરણ સૂચવે છે, સંસારની અસ્થિરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબ કરવો તે અયુક્ત છે.' કહ્યું છે કે, “જ્યારે વિધિ અનુકૂળ હોય ત્યારે પણ દેવું, કારણ કે પૂરનાર તો પુણ્ય છે, વિધિ વાંકો હોય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તો તે બધું લઈ જશે.” હે સ્થિર મનવાળા ! માટે જ અપાય તેટલું દાન આપ. તેને એકઠું કરી રાખીશ નહિ. જો ભમરીઓ મધ એકઠું કરી રાખે છે, તો બીજા જીવો તે ઉપાડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org