________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧પ૭ કૃપણ માણસની પાતાળમાં દાટેલી લક્ષ્મીનો ત્યાં જ નાશ થઈ જાય છે. અંધારા કૂવામાં ઊંડુ ગયેલું-નહિ વપરાતું પાણી લેવાલ વગેરેથી ગંધાતું થઈ જાય છે. ભિક્ષુકો ઘેર ઘેર ફરીને માગતા નથી, પણ બોધ આપે છે કે, “દાન આપો ! દાન આપો ! જો દાન નહિ આપો તો અમને મળ્યા તેવાં ફળ તમને મળશે, અમારા જેવી દશા થશે.”
ધનકર્મા શ્રેષ્ઠીને બોધ કરવા માટે આ રીતે અનેક સુભાષિતો, અન્યોક્તિઓ વગેરે મધુર સ્વરે તે ઈશ્વરદત્તે ત્યાં સંભળાવ્યું. પણ તે શેઠનું ચિત્ત મગરોળીયા પાષાણની જેમ જરા પણ ભિંજાયું નહિ, એટલે તે ચારણે “હું દુઃખિત છું. હું ભૂખ્યો છું, હું ભારે કર્મી છું.' ઈત્યાદિ દીન વચનો વિવિધ અભિનય સાથે કહ્યા ત્યારે તે ધનકર્મા શ્રેષ્ઠી તેને ઠપકો દેતો કહેવા લાગ્યો, ‘રે ભાઈ ! અત્યારે સમય નથી, તું જે માગે તે આવતી કાલે તને આપીશ. આમ ધનકર્માએ તેને કહ્યું, તેથી ઈશ્વરદત્ત ચારણ તેના ગુપ્તાશયને નહિ સમજતો આનંદિત થઈ મનમાં વિચારવા લાગ્યો, ‘મારું આગમન સફળ થયું, મેં પ્રતિજ્ઞા કરી અને અહીં આવ્યો, તે સારું થયું. આ શ્રેષ્ઠીએ એક દિવસના વિલંબ પછી, દાન આપવાનું અંગીકાર કર્યું છે. મૂળથી જ નહિ આપું, તેમ કહ્યું નથી તે બરાબર છે. કાલે આવીને દાન લઈને હું જઈશ, એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી.” આ વિચાર કરીને તે ગયો.
ફરીથી બીજે દિવસે તેના ઘેર જઈને તે જ પ્રમાણે તેણે ધનકર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકર્મા શેઠે કહ્યું, “રે માગધ ! અરે ચારણ ! કેમ ઉતાવળો થાય છે ? ધીરો થા ! શાંત થા ! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” તે શ્રેષ્ઠીનાં વચનો સાંભળીને નહિ દેવાની ઇચ્છાવાળા તે શ્રેષ્ઠીનો હાર્દ તથા દંભાદિક સારી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org