________________
૧ ર
ધન્યકુમારે કરેલું પારખું
લક્ષ્મીપુર નગરમાં તે અવસરે હંમેશા ખેતી વગેરે કાર્યોમાં મશગૂલ મનવાળો ધનકર્મા નામે એક વણિક વ્યાપારી રહેતો હતો. તેણે પાપાનુબંધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય કૃપણ હતો. તેની પાસે અતિશય લક્ષ્મી હતી, છતાં નહોતો તે ધનને દાનમાં આપતો, કે નહોતો તે તેને ઉપભોગમાં લેતો.
એક વખત કોઈ ચારણ પોતાની ચારણ જ્ઞાતિના જ્ઞાતિમેળામાં ગયો હતો, ત્યાં તેઓ બધા પોતપોતાનું કૌશલ્ય વર્ણવવા લાગ્યા.
કોઈએ કહ્યું, “મેં અમુક દેશના રાજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે. બીજાએ કહ્યું, “અમુક દેશોનો રાજા તો મહાકૃપણ છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ કર્યું છે.”
ત્રીજાએ કહ્યું, “અસુક રાજાનો અમુક મંત્રી સર્વ શાસ્ત્રનો પારગામી છે. સર્વે વાદીઓને પાછા હટાવી દેનાર છે. બુદ્ધિ વડે અનેકને જીતીને તેઓને બંદીવાન કરીને પછી તેણે છોડી મૂક્યા છે. પણ કોઈને એક રાતી પાઈ પણ તે આપતો નથી, તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org