________________
૧૫૪
ધન્યકુમાર ચરિત્ર બુદ્ધિના વિલાસથી અમારો વિવાદ ભાંગી નાંખ્યો, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પમાડી અને કલહ દૂર કર્યો.'
ત્યારબાદ જિતારી રાજાએ તે વ્યાપારીના પુત્રોને જવાની રજા આપી, તેઓ પણ આનંદિત ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પોતાનાં ઘેર ગયા. ઘેર ગયા પછી ધન્યકુમારની પ્રતિભા, ભાગ્ય, કળા વગેરે ગુણોથી તે પત્રમલ્લ શ્રેષ્ઠીના ત્રણ પુત્રોનું અંતઃકરણ તેમના પ્રત્યે આકર્ષાયું અને પરસ્પર વિચાર કરીને રૂપ લાવણ્યયુક્ત પોતાની બહેન લક્ષ્મીવતીને તેઓએ ધન્યકુમારને આપી. સુંદર મહોત્સવ વડે તેની સાથે ધન્યકુમારનો વિવાહ થયો અને પાણિગ્રહણ વેળાએ ચારે ભાઈઓએ એક એક કરોડ સોનામહોર આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org