________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૫૩
શ્રેષ્ઠીએ તમારા તે નાના ભાઈ શામદેવને રોકડું ધન આપેલ છે. આ ચોથાનો ભાગ અને તેનો મર્મ સમજવો.’
આ આશય વડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાનો સંકેત સૂચવેલો છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરો. આ પ્રમાણેના સાંકેતિક ભાગો વડે તે તે વ્યાપારમાં નાંખેલું દ્રવ્ય સર્વને ભાગે એક સરખું આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગો વહેંચેલ છે. જુઓ ! તમારા પિતાના આશયને બતાવનાર મારા વચન પ્રમાણે તે તે વસ્તુની કિંમત થાય છે કે નહિ, તેનો સર્વે પોતપોતાનાં મનમાં વિચાર કરીને ઉત્તર આપો.'
આમ કહીને ચારેયના ભાગોનો મર્મ સમજાવી ધન્યકુમાર ઉત્તર સાંભળવા માટે મૌન રહ્યા. એટલે મોટા ભાઈએ તેના મનમાં વિચાર કરીને કહ્યું, “મને વ્યાજ વગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સોનામહોર મળશે. બીજો બંધુ પણ બોલ્યો, ‘મને પણ જમીન, ક્ષેત્ર તથા કોઠાર વગેરેથી મોટા ભાઈના જેટલી જ ધન સંખ્યા મળશે-તેનું અને મારૂં પ્રમાણ સરખું થશે.' ત્રીજો ભાઈ બોલ્યો, ‘મને છ હજાર ઘોડા, સો હાથી, સો ગાયોના ગોકુળ (એક ગોકુળમાં દશ હજાર ગાયો હોય છે.) એંશી હજાર ઊંટ અને પાડા-બળદ વગેરેની મોટી સંખ્યા મળશે, તેનું મૂલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સોનામહોર મળશે.’
આ તેઓનાં વચન સાંભળીને રાજા અને બધા સભાજનો પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધુણાવતાં ધન્યકુમારના બુદ્ધિકૌશના વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછ્યું, ‘તમારો કલહ નાશ પામ્યો ને ? તેમજ તમારો સંદેહ દૂર થયો ?' તેઓ પણ હાથ જોડીને બોલ્યા, ‘સ્વામિન્ ! તમે કરોડો યુગો સુધી જીવો. આપના આદેશથી પુરુષોત્તમ એવા ધન્યકુમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org