SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫ ૨. ધન્યકુમાર ચરિત્ર ‘ભાઈઓ ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગ જ પાડેલા છે, પણ તેનો ભેદ નહિ સમજવાથી તમે નકામો કલહ કરો છો. બાપનું હેત તો સર્વે પુત્રો ઉપર સમાન જ હોય છે, કોઈ ઉપર ઓછું વધતું હોતું નથી. હવે તેણે કેવી રીતે ભાગ વહેંચેલા છે, તેનું રહસ્ય તમે સાંભળો. જે જે પુત્રની જે જે વસ્તુઓમાં અથવા તો વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિ સ્કૂલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપ રહે તેવા હેતુથી તે વ્યવસાય તથા તેની વ્યવસ્થા સોંપી છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સોપેલી છે. એટલે જે ભાઈને ચોપડા, શાહી વગેરે આપેલા છે, તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને વ્યાજે ધીરેલું તમામ દ્રવ્ય આપેલ છે. કારણ કે તેમાં તમારા સર્વેમાં મોટા ભાઈ ધનદેવ કુશલ છે, તેમ તમારા પિતાને સમજાયું છે. એટલે તેને તે સોપેલ છે. આ મોટા ભાઈનો વિભાગ થયો. ધૂળ-માટી-રેતી વગેરે જેના કળશમાંથી નીકળ્યું તે કામદેવ તે વ્યાપારમાં કુશળ હોવાથી માટીના સંકેત દ્વારા ધાન્યના કોઠાર તથા ખેતર આદિ વગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાંખેલ દ્રવ્ય તમારા મોટાભાઈ ધનદેવને આપેલ દ્રવ્યના સરખું જ હોવું જોઈએ. આ પ્રમાણે બીજાનો ભાગ સમજવો.” જેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરેનાં હાડકાં નીકળ્યાં તેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે ચતુષ્પદ અને ઢોરોનાં ગોકુળો આપેલા છે. જેથી બીજા ભાઈ રામદેવને તે વ્યાપારમાં વિશેષ કુશળતા હશે. તેનું લક્ષ્ય તેમાં સારું હશે અને તે પશુઓ પણ તેટલી કિંમતનાં હશે. તે પ્રમાણે ત્રીજાનો ભાગ સમજવો. જેને રત્ન, સોનું વગેરે. રોકડ નાણું નીકળ્યું, તે હજુ સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમલ્લ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy