________________
૨૦૮
ધન્યકુમાર ચરિત્ર જેથી આપની કૃપા મારા ઉપર નહોતી. હવે મારા ઉપર આપની હૃદયપૂર્વકની પ્રસન્નતા થઇ, તેથી મારાં સર્વ મનોવાંછિત સફળ થયાં, હવે મારે કાંઇ પણ ઉણપ રહી નહિ. આ ધન, આ ઘર, આ સંપત્તિ બધી તમારી જ છે, હું પણ આપની આજ્ઞાનું પાલન કરનાર છું, તેથી આ ધનનો ઇચ્છાનુસાર, દાન, ભોગ, વિલાસાદિકમાં ઉપયોગ કરો, અહીં કાંઇ પણ ન્યૂનતા નથી, તેથી તમારા મનમાં જરા પણ શંકા લાવશો નહિ.’
આવાં વિનયપૂર્વકનાં મિષ્ટ વચનોવડે ધન્યકુમારે તે ડિલ બંધુઓને સંતોષ્યા. તેઓ પણ મત્સર રહિત થયા, અને ચિત્તની પ્રસન્નતાથી દાન અને ભોગમાં ધનનો વિલાસ કરવા લાગ્યા.
ત્યાર પછી ધન્યકુમારે વડિલબંધુઓના અને પિતા ધનસારના વત્સદેશના નિવાસના ગામનું નામ-ઠામ પૂછીને પોતાના વિશ્વાસવાળા આપ્ત પુરૂષોને અનેક રથ, અશ્વ, પાયદળ વગેરે પરિવાર સહિત ત્યાં મોકલ્યા. તેઓ અતિ બહુમાનપૂર્વક ધન્યકુમારના માત-પિતા ધનસાર તથા શીલવતી તેમજ ડિલ ભોજાઇઓ ધનશ્રી, ધનદેવી, તથા ધનચંદ્રાને રાજગૃહી લઇ આવ્યા.
રાજગૃહીના ઉપવનમાં તેઓ આવેલા છે, તેવા સમાચાર મળતાં મોટા આડંબર સહિત ધન્યકુમાર પોતાના ડિલબંધુઓ સાથે માતપિતાની સન્મુખ ગયા, અને માત-પિતાને નમસ્કાર કરીને દાન તથા માનપૂર્વક મહોત્સવ સહિત તેમનો નગરપ્રવેશ કરાવ્યો.
અતિ ભક્તિવડે તેઓને ઘેર લઇ જઇ ભવ્ય આસન ઉપર બેસાડીને ચારે ભાઇઓએ ચાર પુરૂષાર્થ જાણે એકઠા થયા હોય તેમ એકઠા થઇને મા-બાપને નમસ્કાર કર્યા.
તે સમયે વર્ષોથી કુટુંબકલહના કારણરૂપ ઈર્ષ્યાનો પ્રબલ અગ્નિ જેઓનાં અંતરમાં સળગતો હતો, અને હમણાં જેઓને પ્રત્યક્ષ ચમત્કાર જણાયા પછી, તે અગ્નિ શમી ગયો છે, એવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org