________________
૧૦૦
ધન્યકુમાર ચરિત્ર છે.' આમ કહીને સર્વની વચ્ચે ધનસારનું ઉત્તમ કુળ જણાવ્યું. ત્યારપછી સર્વે મજૂરોને અને ખાસ કરીને વૃદ્ધ મજૂરોને તે સૂકો તે મેવો આપ્યો અને તેની ઉપર સર્વેને તાંબૂલાદિ આપીને ધન્યકુમાર પોતાના ઘેર ગયા.
પુણ્યવંત પુરુષોને ઉચિત એવો મેવો ખાવાને મળવાથી આનંદ પામેલા મજૂરો એકબીજાને પરસ્પર કહેવા લાગ્યા કે, ‘આ વૃદ્ધ માણસ બહુ પુણ્યશાળી છે. ઓળખાણ નહિ છતાં પણ રાજા તેને બહુમાન આપે છે, જેવી રીતે મહાદેવની પૂજામાં પોઠિયો પણ પૂજાય છે, તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂર્વે કદી નહિ ખાધેલ તેવા મેવા ખાવાનો પણ આપણને પ્રસંગ મળ્યો.’ આ રીતે સર્વે મજૂરો પણ તે વૃદ્ધની અને તેના સર્વ કુટુંબીઓની આજ્ઞાનુસાર વર્તવા લાગ્યા.
ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તે જ હંમેશાં ત્યાં આવવા લાગ્યા અને તે જ સ્થળે વૃક્ષ નીચે બેસીને કોઈ દિવસ બોર, કોઈ દિવસે જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, કોઈ દિવસે નારંગી, અંજીર, પાકી શેરડીના કકડા, તેનો રસ, એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મજૂરોને અને ખાસ કરીને પોતાના પિતા તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષ
આપવા લાગ્યા.
એક દિવસ ધન્યકુમારે ધનસારને કહ્યું, ‘તમારાં વસ્ત્રો તદન જીર્ણ થઈ ગયાં દેખાય છે. ધનસારે પ્રત્યુત્તર આપ્યો કે, ‘મહારાજ અમારા જેવા નિર્ધનને વસ્ત્રો નવાં ક્યાંથી હોય ? અમને તે ખર્ચ ક્યાંથી પોસાય ? વળી મારા એકને માટે કપડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે, તેથી જેમ તેમ જેવાં હોય તેવાં વસ્ત્રોથી જ ચલાવીએ છીએ.' આવો ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org