________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
તે ભવિષ્યમાં વ્યાપારાદિક કાર્યમાં ઉપયોગમાં આવશે, આવા વિચારથી શરીરની દરકાર કર્યા વગર હું પણ મજૂરી કરૂં છું.' ધન્યકુમારે આ સાંભળીને જરા હસી સર્વ મજૂરો તથા તે સ્થળના અધિકારીને ઉદ્દેશીને તે સમયે આદેશ કર્યો, જુઓ ! આ વૃદ્ધ પુરુષ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયેલ છે, તે ખોદવાની મજૂરી કરી શકે તેમ નથી, આમ મને લાગવાથી મને તેના ઉપર દયા આવે છે, તેથી આજથી આ ડોસા પાસે કોઈએ કાંઈ પણ મજૂરી કરાવવી નહિ અને રોજી તો બધાયની જેમ સરખી આપવી.’
‘સ્વામીનું વચન પ્રમાણ છે.’ એમ કહીને સર્વેએ તેમને પ્રણામ કર્યા. આ મુજબ વ્યવસ્થા કરીને ધન્યકુમાર ઘેર ગયા. ત્યાર પછી સર્વે મજૂરો એકઠા થઈને પરસ્પર કહેવા લાગ્યા, ‘આ વૃદ્ધ ખરેખર પુણ્યશાળી લાગે છે. તેની મજૂરી મુકાવી દીધી.’
22
ત્રીજે દિવસે પણ ધન્યકુમાર ત્યાં આવ્યા અને તે જ વૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠા. કેટલોક વખત ગયો એટલે પ્રથમથી સંકેતપૂર્વક કહી રાખેલા પુરુષોએ દ્રાક્ષ, અખોડ, ખજૂર વગેરે ખાદ્ય વસ્તુઓ ધન્યકુમાર પાસે લાવીને મૂકી. ધનસાર તો ધન્યકુમારનાં આગમન વખતે પહેલેથી ત્યાં આવેલ હતો અને પ્રણામ કરીને પાછો ઉભો રહ્યો હતો. ધન્યકુમારે તે વૃદ્ધને બોલાવ્યા અને કહ્યું કે, ‘આ દ્રાક્ષાદિક ખાદ્ય પદાર્થો તમે ગ્રહણ કરો, કારણ કે વૃદ્ધ પુરુષને આવી કોમળ વસ્તુઓ જ ખાવી ઠીક પડે છે, લોકોમાં બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા સરખી કહેવાય છે.’
ધન્યકુમારે આ પ્રમાણે કહેવાથી ‘જેવો આપનો આદેશ.’ તેમ કહીને ધનસારે સર્વ મજૂરો તરફ દૃષ્ટિ કરી. ત્યારે ધન્યકુમાર હસીને બોલ્યા, ‘શું આ પદાર્થો આ સર્વેને આપવાની તમારી ઇચ્છા છે ? વૃદ્ધ પુરુષને તે વાત યોગ્ય જ છે. જે બધા એકઠા રહેલા હોય તે સર્વને આપ્યા પછી જ લેવું, તે ઉત્તમ કુળની નીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org