________________
૨૪૦
ધન્યકુમાર ચરિત્ર મળી નથી. પરંતુ એક આભીરી પાસેથી મળી છે, તેથી અમને શંકા થઈ છે માટે અમારા તે શંકા રૂપ શલ્યનું આપ નિવારણ કરો.”
તે સાંભળીને જગન્નાથે ફરમાવ્યું; “હે શાલિભદ્રમુનિ ! જેણે તને દહીંથી પ્રતિલાભિત કર્યા, તે તારી પૂર્વ જન્મની માતા જ હતી.'
આ પ્રમાણે મહાવીર ભગવંતના શ્રીમુખેથી સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામી તેમણે પૂછ્યું;
“સ્વામિન્ ! તે કેવી રીતે ?'
તે સમયે સ્વામીએ શાલિભદ્રમુનિના પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું અને કહ્યું કે, તે આભીરી તારી પૂર્વ ભવની માતા છે, આ તારો બીજો ભવ થયો છે.' - આ રીતે જિનેશ્વરદેવે કહેલ પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ સાંભળીને અજ્ઞાન અંધકાર દૂર થવાથી શાલિભદ્રમુનિનો સંવેગરંગ દ્વિગુણિત થયો.
પછી પ્રભુની આજ્ઞા લઈને ધન્યમુનિની સાથે તેમણે પણ પારણું કર્યું.
ઘેરા મનોમંથન પછી મહાસત્ત્વવંત એવા શાલિભદ્ર મહર્ષિ, ધન્ય મુનિની સાથે ભગવાનશ્રી મહાવીર પરમાત્માની પાસે આવ્યા. અને તેમને નમીને તેઓએ આ પ્રમાણે વિનંતિ કરી છે સ્વામિન્ ! અનાદિના શત્રુ એવા આ શરીરથી તપશ્ચર્યાદિ ક્રિયા બની શકતી નથી. “જીવ જીવવડે ઓળખાય છે' તે સર્વ ભગવંતને વિદિત છે, તેથી આ શરીરને ક્યાં સુધી પોષ્યા કરવું? માટે જો આપની આજ્ઞા હોય તો આપની કૃપાવડે અંત્ય આરાધન કરીને જયપતાકાને અમે વરીએ.”
કરૂણાસાગર ભગવાન શ્રી મહાવીર ભગવંતે કહ્યું; “જેમ આત્મહિત થાય તેમ કરો, તેમાં મારો પ્રતિબંધ નથી.” આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org