________________
પૂર્વ ભવની માતાએ લાભ લીધો
૨૩૯ પોતાના સ્થાને પાછા આવતાં તેમને એક ભરવાડણ સામી આવતી મળી. ઇર્યાસમિતિવાળા તે મુનિઓને દેખીને તે અતિશય હર્ષિત થઈ, પરમ પ્રમોદ પામી, તેના હૃદયમાં અત્યંત હર્ષોલ્લાસ થયો. તેણે ભક્તિ વડે મુનિઓને પ્રણામ કરી પ્રીતિયુક્ત મનથી પોતાના ભાંડમાં રહેલ દહીં વહોરવાની વિનંતિ કરતાં કહ્યું
સ્વામિન્ ! આ શુદ્ધ દહીં લેવા માટે આપ પાત્ર પ્રસારો અને મારો નિસ્તાર કરો.”
આ પ્રમાણે તેનો અત્યાદર દેખીને તે બંને વિચારવા લાગ્યા; વીરભગવંતે તો માતા પારણું કરાવનાર થશે, તેમ કહેલું છે, પરંતુ બીજાનું ન વહોરવું તેમ કહેલ નથી. વળી વિચિત્ર આશયયુક્ત જિનેશ્વરની વાણી હોય છે, આપણે છઘસ્થ તેનો ભાવ શું જાણીએ?
શ્રી વીરપ્રભુનાં ચરણે જઈને એ વિષે આપણે પ્રશ્ન પૂછીશું, પરંતુ આ અતિભક્તિના ઉલ્લાસથી દેવાને ઉદ્યત થઈ છે, તો તેના ભાવનું ખંડન કેવી રીતે કરવું ? પ્રભુ પાસે જઈને તેમની આજ્ઞા પ્રમાણે કરીશું.'
આ પ્રમાણે વિચારી પાત્ર પ્રસારી તેઓએ તેમાં દહીં વહોર્યું. તેણે અત્યંત હર્ષથી વહોરાવ્યું અને વંદના કરીને તે ચાલી ગઈ; પછી તે બંને સ્વસ્થાનકે આવ્યા.
શ્રી વીરભગવંતની પાસે આવીને ગોચરી આલોવી, ઉત્પન્ન થયેલા સંશયરૂપ શલ્યને દૂર કરવા શાલિભદ્ર મુનિએ પ્રભુને નમીને પૂછયું;
પ્રભુ! અમે જ્યારે ગોચરી લેવા જતા હતા, ત્યારે આપે કહ્યું હતુ કે “આજે તારી માતા પારણું કરાવશે.' તે કથનનું હાર્દ અમે મંદબુદ્ધિપણાથી જાણ્યું નથી. અમને આહાર સામગ્રી માતાને ઘરેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org