________________
૧૮૮
ધન્યકુમાર ચરિત્ર અપ્સરાઓને પણ જીતે તેવી, રૂપ તથા યૌવનથી લચી પડતી એવી બે મનોહર કોકિલ કંઠવાળી વેશ્યાઓને તેણે તે કાર્ય પાર પાડવા માટે રાખી લીધી.
વળી મુખ, નેત્રાદિકના વિલાસોથી પ્રદ્યોતનરાજાને લગભગ મળતી આકૃતિવાળો એક પુરૂષ પણ અભયકુમારે શોધી કાઢ્યો. તે સર્વને ઘણું ધન આપીને ભવિષ્યમાં શું કરવાનું છે તે બધું છાની રીતે શીખવી દીધું; ત્યાર પછી માળવામાં વેચી શકાય તેવાં કરિયાણા, ઉત્તમ વસ્ત્રો અને વિવિધ પ્રકારનાં રત્નો ખરીદી લીધાં; તે બધાં ખરીદીને અનેક ગાડાં, ઉંટ તથા બળદો વગેરે ઉપર યથાયોગ્ય રીતે તે ગોઠવ્યાં વળી દેશાંતરની ભાષામાં કુશળ તથા તેવી જાતના વેશ પહેરવાવાળાં માણસો તૈયાર કર્યા. પોતે પણ તેવો જ વેષ ધારણ કર્યો. આ રીતે સર્વ સામગ્રી તૈયાર કરાવીને અને રાજ્યનો ભાર બધો ધન્યકુમારને માથે રાખીને શ્રેણિક મહારાજાની આજ્ઞા લઈને ઉત્તમ દિવસે શુભ મુહૂર્ત શુભ શુકનોથી ઉત્સાહિત થયેલા અભયકુમારે રાજગૃહીથી માળવા દેશ તરફ પ્રયાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org