________________
ધન્યકુમારને ઘરે અભયકુમાર
૧૮૭ આરોપ કરે છે. હું તો કોણમાત્ર છું ? હું તો એક સામાન્ય ગૃહસ્થ છું, મારાથી શું થઈ શકે તેમ છે ? અપાર પુન્યની ઋદ્ધિથી ભરપૂર એવા આપના પુન્યથી જ સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે છે. સેવક પુરૂષો જે જય મેળવે છે તે સ્વામીનું જ પુણ્ય છે.”
આ રીતે પરસ્પર પ્રશંસા કરવાવડે પરસ્પરનાં હૃદયનું આવર્જન કરવાથી અતિશય ગાઢતર રાગ અને પ્રેમસંબંધ બંને વચ્ચે થઈ ગયો.
તે દિવસથી હંમેશાં મળવું, જિનયાત્રાદિ સાથે કરવા જવું, રાજ્યસભામાં સાથે બેસવું, વન-ઉપવનાદિ સાથે જોવા જવું-આ પ્રમાણે બધાં કૃત્યો તેઓ સાથે જ રહીને કરતા હતા. કોઈ પણ કાર્યની વ્યગ્રતાથી કોઈ દિવસ બન્નેનો મેળાપ ન થાય તો તે દિવસ બન્નેને મહાદુઃખ ઉપજાવનાર થતો હતો. આમ મહામાત્ય અભયકુમાર, પુણ્યશાલી ધન્યકુમાર સાથે પ્રીતિ તથા મિત્રતા ધારણ કરીને સુખ અનુભવવા લાગ્યા.
એક દિવસે રાત્રિના વખતે શય્યામાં સૂતેલા અભયકુમારે વિચાર્યુંઃ “અહો ! મેં જ્યારે ઉજ્જયિની છોડ્યું ત્યારે પ્રદ્યોતન રાજા પાસે એક પ્રતિજ્ઞા કરી છે, હજુ સુધી મારી એ પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, તે વખતે કહેલા વાક્યની પ્રતિપાલના કરવી તેમાં જ પુરૂષત્વ છે, તે પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય તેવો ઉદ્યમ કરવો જરૂરનો છે.”
પછી સવાર થઈ ત્યારે રાજા તથા ધન્યકુમાર પાસે તે સર્વ હકીકત નિવેદન કરીને તે માટે અભયકુમાર સઘળી તૈયારી કરવા લાગ્યા.
પ્રથમ તો ઉત્તમ શરીરવાળી, તરૂણ, સોળ વર્ષ લગભગની વયવાળી, પુરૂષોને રંજન કરવાની કળામાં અતિશય નિપુણ, નેત્ર મુખાદિના હાવભાવ, વિભ્રમ, કટાક્ષ તથા આકર્ષણ કળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org