________________
૧૮૬
ધન્યકુમાર ચરિત્ર આંગણું પવિત્ર થયું. આજે મારો ધન્ય દિવસ છે, પણ આપે અહિં આવવાનો આ શ્રમ શા માટે ઉઠાવ્યો ? મને આદેશ કર્યો હોત તો હું આપને મળવા આવત !' આમ વિજ્ઞપ્તિ કરીને ધન્યકુમાર બોલ્યા.
એટલે અભયકુમાર ધન્યકુમારનો હાથ ખીંચીને તેમને પોતાની સાથે જ આસન ઉપર બેસાડવા લાગ્યા અનો બોલ્યા :
ભાગ્યશાળી ! આ પ્રમાણે બોલો નહિ ! તમે તો અમારા માટે લૌકિક અને લોકોત્તર બન્ને રીતે પૂજનિક છો. લૌકિક સંબંધમાં તો તમે અમારી સાથે સગપણથી જોડાયેલા છો અને લોકોત્તર સંબંધમાં તો જિનેશ્વર ભંગવતની આજ્ઞાને ધારણ કરી તેથી અલંકૃત થયેલા છો, વળી અનેક લોકોને અને અમને પણ ઉપકાર કરનારા છો. તેથી હે મહાભાગ્ય ! તમારાં દર્શન કરીને આજે હું કૃતકૃત્ય થયો છું.” - જે જિનેશ્વરની આજ્ઞા પાળવામાં તત્પર છે, અને દ્રઢભક્તિવંત છે તે મોક્ષના અભિલાષી ધર્માત્મા તો પૂજ્ય જ ગણાય છે. લૌકિક સંબંધનો જે સ્નેહ તે તો સંસારની વૃદ્ધિ હેતુભૂત છે અને લોકોત્તર સંબંધ વડે થયેલો સ્નેહ મોક્ષના હેતુભૂત અને સમ્યકત્વ પવિત્ર થવાના કારણભૂત છે, તેથી તમે અમારે માટે બન્ને રીતે પૂજ્ય છો. તેથી આ રાજ્યવૃદ્ધિ, આ સમૃદ્ધિ અને હું તે સર્વને તમારે પોતાના જ ગણવા, તેમાં જરા પણ સંદેહ કરવો નહિ.”
મંત્રીશ્વર અભયકુમારની આવી મધુર વાણીને સાંભળીને ધન્યકુમારે કહ્યું: “મંત્રીરાજ! આપના જેવા સજ્જનો તો ગુણોથી ભરેલા હોય છે, કૃપાળુ હૃદયવાળા, કૃતજ્ઞ અને પારકાના પરમાણુ જેવા નાના ગુણને પણ પર્વત જેવા મોટા કરીને બતાવનારા હોય છે. અલ્પ ગુણવાનોમાં સજ્જન પુરૂષો મોટાઈનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org