________________
૧૩૮
ધન્યકુમાર ચરિત્ર ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ધન્યકુમાર પોતાનું સંગીતકૌશલ્ય દર્શાવવા લાગ્યા અને સ્વર ગ્રામ, મૂછના વગેરેના મેળપૂર્વક ત્યાં તેઓએ વીણા વગાડવા માંડી. તે વખતે તે વનમાં રહેલાં મૃગો અને મૃગલીઓ ગાયનમાં તલ્લીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાઓમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યાં. ધન્યકુમારની આસપાસ વીંટળાઈ જઈને તે બધાં ત્યાં બેઠાં. જેવી રીતે પોતાના પ્રિયતમ પાસે પ્રિયા આવે તેવી રીતે તે મૃગોના સમૂહમાં પ્રથમ જે હરિણીના ગળામાં હાર પહેરાવ્યો હતો, તે હરિણી પણ ગીતોના આકર્ષણથી વશ થઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી, ઇન્દ્રજાળમાં કુશળ પુરુષ લોકોથી વીંટાઈ જાય તેવી રીતે મૃગોથી વીંટાયેલા ધન્યકુમાર પણ તે જ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લોકોએ કરેલા ક્ષોભથી ક્ષોભાયમાન કરવા છતાં પણ મૃગોનો સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલા યોગીની જેમ ક્ષોભ પામતો નથી.
તે સઘળા મૃગો ધન્યકુમારની આસપાસ વીંટાઈ જઈને તેની સાથે જ ચાલવા લાગ્યા. નગરના લોકોને વિસ્મય પમાડતા ધન્યકુમાર એ બધા હરણિયાઓના સમૂહની સાથે નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગે ચાલતા તે લોકોની સાથે રાજ્યસભામાં આવ્યા. પછી “આ શું ! આ શું” એમ બોલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્ર બુદ્ધિવાળા ધન્યકુમાર તે સર્વને લઈને ગયા અને પેલી હરિણીના ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હાથમાં તે હાર આપ્યો. જિતારી રાજા, અમાત્ય અને પૌરજનો ધન્યકુમારના સંગીતકૌશલ્યની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! ધન્યકુમારની ગીતકળામાં કુશળતા કેવી છે ! અહો ! આની ધીરજ કેવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org