________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૩૭ વિચારમાં પડ્યો, પરંતુ તેની પ્રતિજ્ઞા તો સમગ્ર નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, કારણ કે અભુત વાત તો પાણીમાં તેલની જેમ તરત જ લોકોમાં વિસ્તાર પામી જાય છે.
ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારી રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાનો વૃત્તાંત લોકોનાં મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. ઉત્તમ પરિવારને સાથમાં લઈને પરજનોની લમી જોતાં જોતાં ધન્યકુમાર જિતારી રાજાનાં દર્શન માટે રાજકુળમાં ગયા. રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજસ્વી ધન્યકુમારને આવેલા જોઈને અતિશય આદર-સત્કાર આપી, પોતાની સાથે આસન ઉપર હર્ષપૂર્વક બેસાડ્યા. રાજાએ માર્ગ સંબંધી કુશળક્ષેમ વાર્તા તેઓને પૂછી, તેઓ ત્યાં બેઠા હતા, તેટલામાં રાજકુમારીની પ્રતિજ્ઞા સંબંધી વાત કોઈએ કાઢી.
ધન્યકુમાર બોલ્યા, “હે પૃથ્વીનાથ ! જો ગાનકળાના કૌશલ્યથી આકર્ષાયેલી હરિણી ગીતનો ધ્વનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે અન્ય શબ્દો સાંભળીને ભય પામી બીજે નાસી જાય, તો તે અભુત ગીતકળા કહેવાય નહિ, તે નિષ્ફળ જ ગણાય, પણ જો મૃદંગ અને મેરીના ભાંકારાદિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતોથી આકર્ષાઈ પાસે આવેલી હરિણી લોકોથી વ્યાપ્ત એવા શહેરમાં પણ ચાલી આવે તો જ તે સંગીતકળા સંપૂર્ણ અને પ્રશંસનીય ગણાય.”
ધન્યકુમારનું કથન સાંભળીને તથા તેની અભુત આકૃતિને જોઈને તેનાં ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હર્ષપૂર્વક તે હરિણીને પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તે કાર્ય પાર ઉતારવા આગ્રહ કર્યો. ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણા હાથમાં લઈ અનેક ગંધર્વોના પરિવાર સહિત વનમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org