________________
૧૩૬
ધન્યકુમાર ચરિત્ર રાજગુણોથી શોભતો જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા બહુ બળવાન હોવાથી ક્ષમાનો ત્યાગ કરી શત્રુઓનો વિજય મેળવવામાં તત્પર હતો. તેથી તેના શત્રુઓ સ્મા (પૃથ્વી)નો ત્યાગ કરીને ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી.
એક દિવસે તે કુમારી વસંતોત્સવની ક્રિીડા કરવા માટે સખીઓના સમૂહની સાથે ઉદ્યાનમાં ગઈ, ત્યાં પ્રથમ લીલાથી હીંચકવાની, જળક્રીડાની, પુષ્પ એકઠાં કરવાની તથા દડાઓ ઉછાળવાની ક્રિીડાઓ તેણે કરી. ત્યારબાદ યુવાનોનાં મનને વિભ્રમમાં નાખનાર અને સુંદર રાગોથી મનોહર એવું મનોમુગ્ધકર મધુર ગીત ગાવાનો તેણે આરંભ કર્યો. જેવી રીતે અભુત એવા હાવભાવ, વિભ્રમ તથા કટાક્ષોથી કામી દૃષ્ટિવાળા મનુષ્યો રૂપવતી
સ્ત્રી તરફ આકર્ષાય છે અને તેને વશ થઈ જાય છે, તે રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષાયેલા હરણો તથા હરિણીઓ કર્ણેન્દ્રિયને પરવશ થઈને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠાં. તે વખતે તે સૌંદર્યશાલી રાજકુમારીએ કૌતુકથી એક હરિણીના ગળામાં પોતાનો ઉત્તમ એવો સાત સેરવાળો હાર પહેરાવી દીધો. તે હરિણી તો ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાસી ગઈ. રાજકુમારી પણ ગીતગાન બંધ કરીને પોતાના મહેલમાં આવી.
પછી તેણે પોતાના પિતાને કહ્યું, “મારી એક પ્રતિજ્ઞા આપ સાંભળો. આજે મેં ગાનકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારો સાતસરનો હાર પહેરાવી દીધો છે. જે પુરુષ પોતાની સંગીત સાધનાની કુશળતા વડે આનંદિત અંતઃકરણ યુક્ત થયેલી તે મૃગલીના ગળામાંથી ગ્રહણ કરીને તે મારો હાર મને આપશે, તેની સાથે હું પાણિગ્રહણ કરીશ, તે મારો પતિ થશે.” જિતારી રાજા પોતાની પુત્રીની આવી પ્રતિજ્ઞા સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org