________________
૧૧
કલા અને બુદ્ધિનો વિલાસ
એક દિવસ બુદ્ધિના નિધાન ધન્યકુમારે મનમાં વિચાર કર્યો, મારા બાંધવો ફરીથી પહેલાની જેમ અપ્રીતિયુક્ત ન થાય, તેઓનાં અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન ન થાય, તે પહેલાં જ હું
અહીંથી નીકળી અન્ય સ્થળે જાઉં, વળી મંદભાગ્યથી રાજા પણ તેઓને દંડાદિક આપે નહિ, તેટલા માટે રાજાને તેમની ભલામણ કરી જાઉં.” આમ વિચારીને અશ્વ, હાથી, ગામ વગેરેનો સરખો ભાગ પાડીને તેઓએ ભાઈઓને વહેંચી આપ્યા અને ઘરની સારભૂત ઉત્તમ વસ્તુઓ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સોંપ્યું અને કૌશાંબીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું, “હું કોઈ પ્રસંગથી રાજગૃહી નગરી તરફ જાઉં છું, તેથી મારી તેમજ મારા કુટુંબની આપ સંભાળ રાખજો.'
આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા સંમતિ મેળવીને ધન્યકુમાર રાજગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીઓ-સુભદ્રા તથા સૌભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલાક દિવસે ધન્યકુમાર લક્ષ્મીપુર નામના નગરની નજીકમાં પહોંચ્યા. તે નગરમાં સર્વ ક્ષત્રિયોમાં શિરોમણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org