________________
૨00
ધન્યકુમારચરિત્ર તે સ્થળે કોઈ સ્થિતિસંપન્ન ખેડૂતને ત્યાં કામકાજ કરવા રહ્યા, અને નિર્વાહ કરવા લાગ્યા. ત્યાં રહેતા કાંઈક ધન મળ્યું. તેથી તેઓ પોતેજ થોડી જમીન લઈને ખેતીવાડી કરવા લાગ્યા. પછી નિર્વાહ થાય તેટલું ધાન્ય ઘરમાં મૂકીને બાકી રહેલા ધાન્યની ગુણો ભરી બળદો ઉપર લાદીને એક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર તેઓ ભમવા લાગ્યા.
પણ પુણ્યહીન હોવાથી ધાર્યો લાભ મળ્યો નહિ. વધુ લાભને ઇચ્છતાં તેઓ ફરતાં ફરતાં મગધદેશમાં રાજગૃહી નગરીમાં આવ્યા. તે નગરના મુખ્ય બજારમાં ધાન્યની ગુણો ઉતારીને અનાજના બજારને તેઓ શોધવા લાગ્યા. ત્યાં પણ અનેક દેશોમાંથી પુષ્કળ અનાજ વેચાવા આવેલ હોવાથી ધાન્ય સોંઘું થઈ ગયું છે, તેમ સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા. ખરેખર ભાગ્યહીન આત્માઓને ધાર્યા કરતાં ઉલટું જ થાય છે; માટે જ કહેવાય છે કે,
अन्यद्विचिन्त्यते लोकैर्भवेदन्यदभाग्यतः । कर्णे वसति भूषायोत्कीर्णे दरिद्रिणां मलः ॥
ભાગ્યહીન લોકો વિચારે છે. બીજું, પણ નિર્ભાગ્યતાને કારણે થાય છે. બીજું; શોભા માટે વધાવેલ કાન દરિદ્રને મેલ એકઠો કરવા માટે થાય છે.”
આ રીતે હતાશ એવા તે ધનદત્ત આદિ ભાઈઓ બજારમાં ધાન્યને વેચવા બેઠા, પણ કોઈના સાથે ભાવની સરખાઈ આવી નહિ, તેથી તેમનો બધો માલ વેર-વિખેર બજારમાં પડી રહ્યો.
તેવામાં વિવિધ પ્રકારના વાજીંત્રો જેની આગળ વાગી રહ્યા છે, આસપાસ પાયદળ અને ઘોડેસ્વારો વીંટળાઈ વળેલા છે, બંદિજનો અનેક રીતે જેની બિરૂદાવળી બોલી રહ્યા છે, તેવી સ્થિતિમાં અશ્વ ઉપર બેસીને મહારાજા શ્રેણિકની રાજસભામાં જવાને માટે ધન્યકુમાર તે રસ્તે નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org