________________
ધન્યકુમાર બાંધવોને સન્માને છે
૨૦૧ તે પ્રસંગે આગળ ચાલતા સુભટોએ રસ્તામાં આડીઅવળી પડેલી અનાજની ગૂણોને વ્યવસ્થિ. કરવા ધનદત્તને આદેશ કર્યો. એટલે દીનવદને શોકાકુલ તે બધા ભાઈઓ રાજ્યભયથી ઉતાવળમાં પોતાના માલને ગોઠવવામાં રોકાઈ ગયા. દુર્દશા પામેલા કંગાલ જેવા પોતાના ભાઈઓ તરફ તે અવસરે અચાનક ધન્યકુમારની દૃષ્ટિ પડી.
તેઓની આવી દશા જોઇને “આ શું?’ એમ સંભ્રમમાં પડીને ધન્યકુમાર વિચારવા લાગ્યા : “અરે ! આ મારા બંધુઓને રાજ્ય, ધન, સુવર્ણ, રૂપું વગેરે નવ પ્રકારના પરિગ્રહથી ભરેલાં ઘરો સાથે પાંચસે ગામોના અધિપતિપણા સહિત, અનેક સામંતો સુભટો, ગજ, અશ્વ, પાયદળ વગેરેથી સેવાતા મૂકીને હું આવ્યો હતો. અરે ! શું આટલા દિવસની અંદર જ તેઓની આવી સ્થિતિ થઈ ગઈ? આ કેમ સંભવે? અથવા તો કર્મની ગતિ વિચિત્ર છે ! દઢ રસથી બાંધેલા પૂર્વે કરેલા કર્મનો ઉદય રેડવાને કોઈ સમર્થ નથી, એવું શ્રી જિનેશ્વર ભગવંતનું વચન કોઈ દિવસ અન્યથા થતું જ નથી.”
“માટે લોકમાં પણ કહેવાય છે કે,' कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥
કોડો કલ્પો જાય તો પણ કરેલા કર્મનો ક્ષય થતો નથી. શુભ અથવા અશભુ જે કાંઈ કર્મ કર્યા હોય તે અવશ્ય ભોગવવાં જ પડે છે.”
ચક્રવર્યાદિકોએ પણ વિવિધ પ્રકારની દુર્દશા અનુભવી છે, તો આ મારા ભાઈઓની શી વાત ?'
આમ ચિત્તમાં ચિંતવતાં ધન્યકુમારને ફરી વિચાર આવ્યો; “અરે ! હું આવા સાંસારિક સુખોથી પરિપૂર્ણ છું અને મારા બંધુઓ તથા તેમની પત્નીઓ આવી દુર્દશા અનુભવે તે હું કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org