________________
ધન્યકુમારે કરેલું પારખું,
૧૬૧
મેળવવા, તેને વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનના સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લક્ષ્મીનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં તેઓ ઉદ્યમ કરતા નથી. પ્રાપ્ત થયેલી લક્ષ્મી તો કેવળ અસાર છે, કર્મબંધના હેતુભૂત જ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીવોને તો લક્ષ્મી વિષમિશ્રિત અન્નના જેવી અનર્થદાયી છે. જેમ તેવા અન્નનો કોળિયો પેટમાં આવે તો માણસને પ્રાણનો સંદેહ કરાવનાર થઈ પડે છે. તેવી રીતે પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પણ આલોક અને પરલોકમાં અનેક દુઃખો પ્રાપ્ત કરાવે છે, આલોકમાં જેની પાસે લક્ષ્મી હોય તેની પાછળ ભય તો ભમ્યા જ કરે છે અને તેને અનેક વિઘ્નોનો સંભવ રહે છે.’
‘સગા-સંબંધીઓ લક્ષ્મીની ઇચ્છા કરે છે, ચોર લોકો તેને ચોરી જાય છે, છળ કરીને રાજાઓ તેને ઉપાડી જાય છે, અગ્નિ એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાંખે છે, પાણી તેને પલાળી નાંખે છે અને ભોંયમાં નાંખી હોય તો યક્ષો, વ્યંતરો આદિ તેનો નાશ કરે છે. ભવાભિનંદી પ્રાણીઓને તો આલોકમાં પણ આ લક્ષ્મી ક્લેશનું જ કારણ થાય છે. લક્ષ્મી હજારોની, લાખની કે કરોડની સંખ્યામાં કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હોય અને પછી તે મૂકીને મૃત્યુ થાય તો તે પાપના જ હેતુભૂત-પાપનો જ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે. કારણ કે પૂર્વે ઉપાર્જેલી અને મૂકી દીધેલી લક્ષ્મી પછીથી પોતાના પુત્ર અગર બીજા કોઈના હાથમાં આવે છે, તે પુરુષ તેના વડે જે જે પાપકર્મો કરે છે, તે તે પાપનો ભાગીદાર લક્ષ્મીનો સંચય કરી જનાર પુરુષ જે ભવમાં તે વર્તતો હોય, તે ભવમાં ઇચ્છા ન હોય છતાં પણ થાય છે.’ ‘આ મારૂં' તેમ કરીને પરવશપણાથી જે મૂકી દેવાય છે, તો તેનો પાપવિભાગ અવશ્ય તેની મમતા સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org